લીલીયા ના હાથીગઢ ગામે રેલવે ફાટક બંધ ન કરવા મામલતદાર ને પાઠવાયું આવેદન. - At This Time

લીલીયા ના હાથીગઢ ગામે રેલવે ફાટક બંધ ન કરવા મામલતદાર ને પાઠવાયું આવેદન.


લીલીયા તાલુકાના હાથીગઢ ગામે ફાટક નંબર 34 બંધના કરવા બાબત હાથીગઢ ના સરપંચ પાયલબેન નિલેશભાઈ ધોરાજીયા દ્વારા મામલતદાર ને પાઠવ્યું આવેદન પત્ર જેમાં જણાવેલ કે હાથીગઢ ગામના રેલવે ફાટક નંબર 34 ની ગામ થી સામે પાર 500 વીઘા જેટલી ખેતીની જમીન આવેલી છે જેથી બહોળી સંખ્યામાં ખેડૂતો તેમજ માલઢોર ની અવર જવર રહે છે પરંતુ હાલમાં રેલવે તંત્ર તરફથી આ ફાટક કાયમી ધોરણે બંધ કરવાની હિલચાલ થઈ રહી છે જો આ ફાટક કાયમી બંધ કરવામાં આવે તો 100 થી વધુ ખેડૂતોને અવર જવર બંધ થઈ જાય તેમ છે જેથી આ ફાટક બંધ ન થાય અને કાયમી ધોરણે તે અંગે રેલવે તરફથી ઘટતું થાય તેવી વિનંતી લીલીયા મામલતદાર ને આવેદન પત્ર પાઠવી કરવા માં આવેલ છે તેમ ઇમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image