હળવદ પોલીસે ૭.૩૦ લાખની કિમતના ૩૨૬૧ બોટલ ઈંગ્લીશ દારૂનો નાશ કર્યો

હળવદ પોલીસે ૭.૩૦ લાખની કિમતના ૩૨૬૧ બોટલ ઈંગ્લીશ દારૂનો નાશ કર્યો


હળવદ પોલીસે ૭.૩૦ લાખની કિમતના ૩૨૬૧ બોટલ ઈંગ્લીશ દારૂનો નાશ કર્યો

હળવદ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાના કામે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં રૂ ૭.૩૦ લાખની કિમતનો ૩૨૬૧ બોટલ ઈંગ્લીશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૨૧ થી નવેમ્બર ૨૦૨૨ સુધીના અલગ અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી કોર્ટ તરફથી મળતા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના ડોકામઈડા પુલની નજીક રેલ્વે પુલ બાજુમાં આવેલ પડતર ખરાબાની જગ્યા ખાતે હળવદ પોલીસ મથકમાં કુલ ૫૩ રેડમાં પકડવામાં આવેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૨૬૧ કીમત રૂ ૭,૩૦,૬૭૫ નો દારૂનો નાશ કરાયો હતો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એચ કે આચાર્ય, ડીવાયએસપી તેમજ નશાબંધી અને આબકારી વિભાગ સબ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌહાણ, પીએસઆઈ એમ વી પટેલ સહિતના અધિકારીની હાજરીમાં દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »