“ ભક્તિના રંગે દાદાના સંગે ” સાળંગપુરધામ ખાતે દિવ્ય ભવ્ય રંગોત્સવનું આયોજન
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે તા.07 માર્ચ 2023ને મંગળવાર (પૂનમ) ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય કલરફુલ વાઘા ધરાવી દાદાને પિચકારીઓ,લાલ-ગુલાબી વિગેરે કલર તેમજ દિવ્ય શણગાર ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ સવારે 07:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવશે.
છેને મજા પડે એવા રંગોત્સવના ભવ્ય સેલિબ્રેશનના આ દશ્યો! સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આ 7 તારીખે ભવ્ય રંગોત્સવનું આયોજન કરાયું છે. સવારે 07:30 થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને 50 હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાશે. આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. જે બાદ 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરશે. આ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવશે.એટલું જ નહીં રંગોની સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવશે. તો આ રંગોત્સવના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 250 બ્લાસ્ટ કરાશે. આ ઉપરાંત 100 ફૂટ ઊંચા 120 કંકુના બ્લાસ્ટ પણ કરાશે. તો 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાશે. આ સાથે જ 60 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવશે અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.