મહીસાગર પોલીસે મહિલા દિવસ નિમિત્તે મહિલા પોલીસ કર્મચારીઓને મિઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણી નિમિત્તે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસે મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું વિશેષ સન્માન કર્યું હતું.આ મહિલા પોલીસકર્મીઓ પોતાની ફરજનિષ્ઠા સાથે સમાજની સેવા કરી રહ્યા છે. તેમના આ યોગદાનને બિરદાવવા માટે તેમને મિઠાઈ આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ મહિલા પોલીસકર્મીઓના કાર્યની કદર કરવામાં આવી હતી.જયારે આ પહેલ થી મહિલા પોલીસકર્મીઓમા ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
