વિસાવદર ખાતે આર્ય સમાજ દ્વરા નેત્રયજ્ઞ કેમ્પનુ આયોજન થયું.
વિસાવદર ખાતે આર્ય સમાજ દ્વરા નેત્રયજ્ઞ કેમ્પનુ આયોજન થયું.
વિસાવદર ખાતે તારીખ 23/2/2023 ના રોજ એક નેત્રયજ્ઞનુ આયોજન વિસાવદર આર્ય સમાજ દ્વરા કરવામાં આવ્યું હતું.જેમાં 200 લોકોએ લાભ લીધો હતો.છેલ્લા ઘણા સમયથી આ સંસ્થા તરફથી આ નેક કાર્ય કરવામાં આવે છે. વિસાવદર શહેર તેમજ આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તારના લોકો આ નેત્ર કેમ્પનો લાભ લે છે. જરૂરિયાતમઁદ લોકોને ડોક્ટર દ્વરા આંખો ચેક કરી ઑપરેશન માટે રણછોડદાસજી ટ્રસ્ટ આંખની હોસ્પિટલ રાજકોટ વિનામૂલ્યે હોસ્પિટલના વાહનમાં લઈ જવામાં આવેશે ત્યાં વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. તેમજ જમવા અને રહેવાનું પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.આમ, આ કેમ્પમા સર્વ સમાજના લોકો લાભ લે છે.
આ સેવા યજ્ઞમાં સુધીરભાઈ ચૌહાણ, જીતુપરી બાપુ (ભોલેનાથ ) તેમજ અન્ય સેવાભાવી મહાનુભાવો ધ્વરા અવરીત સેવા આપવામાં આવે છે. તેઓ કેમ્પમાં આવેલ દર્દીને ભગવાનના રૂપમા જોઈ સેવા કરે છે, આ કાર્ય ખરેખર બિરદાવવા લાયક છે.
સુધીરભાઈ તેમજ પરી બાપુની રૂબરૂ મુલાકાત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, દરેક સમાજના લોકો વધુમાં વધુ આ નેત્ર યજ્ઞનો લાભ લે તેવા તેમના પ્રયત્ન છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.