નાના મવા રોડ પર યુવક પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો
ચાર શખ્સો તૂટી પડ્યા, આરોપીઓ સકંજામાં
શહેરમાં કોઠારિયા રોડ પરના સ્વાતિપાર્કમાં રહેતા અને ઓનલાઇન કંપનીમાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતા યુવક પર નાના મવા રોડ પર મિત્રના લગ્નમાં જમીને બહાર નીકળી જતા હતો ત્યારે રસ્તામાં આંતરી તેના જૂના ચાર મિત્રોએ અમારે જેથી સાથે ભળતું નથી તું એની સાથે કેમ બેસે છે અને તેની સાથે કેમ સંબધ રાખે છે કહી ઝઘડો કરી છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવને પગલે માલવિયાનગર પોલીસે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
