ચોરી થયેલ ત્રણ મોટર સાયકલ કિ.રૂ.૧,૦૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી મોટર સાયકલ ચોરીના બે ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

ચોરી થયેલ ત્રણ મોટર સાયકલ કિ.રૂ.૧,૦૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી મોટર સાયકલ ચોરીના બે ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફના અધિકારી/કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતા ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૧૩/૦૯/૨૦૨૪ ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ,/ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, બે માણસો અલગ-અલગ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પોલીસ કલરના પટાવાળા મોટર સાયકલો નંબર પ્લેટ વગરના લઇ ભોળાદ ગામ તરફથી ભાવનગર તરફથી આવી રહ્યાં છે. જેમા એક ઇસમે કાળા કલરનું પેન્ટ તથા ટી-શર્ટ પહેરેલ છે. તેમજ બીજા ઇસમે સફેદ કલરાો અડધી બાયનો શર્ટ તથા દુધિયા કલરનું પેન્ટ પહેરેલ છે. તેઓ આ ગાડીઓ ચોરી અથવા તે છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે ભાવનગર શહેર, નારી ચોકડી રોડ ઉપર વોચમાં હતાં તે દરમ્યાન નીચે મુજબના માણસોને ઝડપી લઇ તપાસ કરતા તેની પાસેથી નીચે મુજબના ત્રણ મોટર સાયકલો મળી આવેલ. જે મોટર સાયકલો અંગે તેની પાસે આધાર કે પુરાવાના કાગળો નહી હોવાનું અને તે અંગે ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહી હોવાથી આ મોટર સાયકલો શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

આ મોટર સાયકલો અંગે તેની પુછપરછ કરતાં જેમા ઇસમ નં.૧ નાએ “આ મોટર સાયકલ આશરે એક મહીના પહેલા શિહોર પાતરા રોલીંગ મીલ પાસેથી ચોરી કરેલ. તેમજ ઇસમ નં.૨ નાએ બંન્ને મોટર સાયકલો આશરે એક થી દોઢ વર્ષ પહેલા રાજકોટ શહેરમાંથી ચોરી કરી લાવેલ હોવાની કબુલાત કરેલ.” જેથી તેને આગળની કાર્યવાહી થવા માટે ભાવનગર, વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. જે અંગે શિહોર પો.સ્ટે. તથા રાજકોટ શહેર, તાલુકા પો.સ્ટે. તથા રાજકોટ શહેર, યુનિવર્સીટી પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

*પકડાયેલ ઇસમો* :-
1. રણજીત ઉર્ફે ભોથો હરજીભાઇ ઉધેળીયા/પરમાર ઉવ.૨૬ રહે.ભોળાદ ગામ, (નેસડા) તા.શિહોર જી.ભાવનગર હાલ-એકડે-એક બાપુની દરગાહ પાસે, દેરાસર વિસ્તાર, રેલ્વે સ્ટેશન પાસે, જામનગર
2. ગૌરવભાઇ રમેશચંન્દ્ર જોષી ઉવ.૩૪ રહે.મકાન નં.૪૯૩૭, હરિઓમ નગર, કાળીયાબીડ, ભાવનગર

*કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:* -
1. હિરો હોન્ડા સ્પ્લેન્ડર કંપનીનું પોલીસ કલરના પટાવાળું રજી.નંબર વગરનું ચેસીસ નં.-MBLHAW238P5C10551 તથા એન્જીન નં.-HA11E8P5C61294 વાળુ મોટર સાયકલ કિ.રૂ.૨૫૦૦૦/-
2. હિરો સ્પલેન્ડર પ્લસ કંપનીનું કાળા કલરનું પોલીસ પટ્ટાવાળું રજી.નંબર વગરનું ચેસીસ નં.- MBLHAW115M5M05063 તથા એન્જીન નં.-HA11EVM5M55160 વાળું મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦/-
3. હિરો સ્પલેન્ડર પ્લસ કંપનીનું ગ્રે તથા કાળા કલરનું પટ્ટાવાળું રજી.નંબર વગરનું ચેસીસ નં.- MBLHAW099K5B09955 તથા એન્જીન નં.-HA10AGK5B21992 વાળુ મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૫,૦૦૦/- નો મુદ્દામાલ.

*શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓ:-*
1. ભાવનગર, શિહોર, પો.સ્ટે. ઇ-F.I.R. ગુ.ર.નં.૨૦૨૪૦૮૨૨૬૧૪૮૯૬/૨૦૨૪ બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ.-૩૦૩(૨), મુજબ.
2. રાજકોટ તાલુકા, પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૩૨૩૦૭૩૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ.-૩૭૯, મુજબ.

*પકડાયેલ ઇસમ રણજીત ઉર્ફે ભોથો હરજીભાઇ ઉધેળીયા/પરમારનો ગુન્હાહીત ઇતિહાસ:-*
ભાવનગર, વરતેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૭૨૨૦૫૩૬/૨૦૨૨ ઇ.પી.કો. કલમ.૩૮૦,૪૫૭, મુજબ.

*કામગીરી કરનાર:* -
પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના દીપસંગભાઇ ભંડારી, હીરેનભાઇ સોલંકી, અજીતસિંહ મોરી, પ્રજ્ઞેશભાઇ પંડ્યા, કુલદીપસિંહ ગોહીલ, અર્જુનસિંહ ગોહીલ, મહેશભાઇ કુવાડીયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.