મેટોડા(રાજકોટ)GIDC ના ઉદ્યોગપતિઓ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને અર્પણ કરેલા હિટાચી મશીનનું કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટીલ અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા ના વરદહસ્તે લોકાર્પણ. - At This Time

મેટોડા(રાજકોટ)GIDC ના ઉદ્યોગપતિઓ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને અર્પણ કરેલા હિટાચી મશીનનું કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટીલ અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા ના વરદહસ્તે લોકાર્પણ.


મેટોડા(રાજકોટ)GIDC ના ઉદ્યોગપતિઓ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને અર્પણ કરેલા હિટાચી મશીનનું

કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટીલ અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા ના વરદહસ્તે લોકાર્પણ.

રાજકોટ વરસાદી શુદ્ધ પાણી નું યોગ્ય જતન કરવા ૧૧,૧૧૧ ચેકડેમ રીપેરીંગ ઊંડા, ઉંચા તેમજ નવા બનાવવા અને ૧૧,૧૧૧ રિચાર્જ બોર કરવાનો સંકલ્પ કરેલ છે, જેમાંથી ૨૨૫ થી વધુ ચેકડેમ થઈ ચૂક્યા છે, અને ૧૨૫ થી વધુ રિચાર્જબોર થઇ ચૂક્યા છે, હાલમાં અનેક જગ્યાએ ચેકડેમોનું કામ ચાલુ છે, અને વધુમાં વધુ ચેકડેમો ઊંડા કરવાની જરૂરિયાત હોય તેના માટે રાજકોટ મેટોડા જીઆઇડીસી ના ઉદ્યોગપતિ (૧) શ્રી વિનેશભાઈ બાબુલાલ પટેલ (ઓર્બીટ બેરિંગ્સ પ્રા.લી), (૨) રાજેશભાઈ નાથાભાઈ કાલરીયા (સનફોર્જ પ્રા.લી.), (૩) શ્રી સુરેશભાઈ ગોરધનભાઈ હીરપરા (યુનિવર્સલ ટેકનો), (૪) શ્રી ચંદ્રકાન્તભાઈ વલ્લભદાસ ભાલારા (બાલાજી મલ્ટી ફ્લેક્ષ પ્રા.લી.), (૫) શ્રી કિરીટભાઈ શિવલાલભાઈ અદ્રોજા (એન્જલ પમ્પ પ્રા.લી.) દ્વારા હિટાચી મશીન (અર્થ મુવર) ટ્રસ્ટને ભેટ આપવામાં આવેલ છે, તે બધા દાતાશ્રીઓનું સન્માન ગુજરાતન ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા દ્વારા કરવામાં આવેલ છે.
કૃષિમંત્રી શ્રી રાધવજીભાઈ પટેલે જણાવેલ કે, આજે દિવસે દિવસે પાણીની નિકટ પરિસ્થિતિ ઉત્પન થઈ રહી છે,તેવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે વરસાદી શુધ્ધ પાણી માટે ચેકડેમનું કામ કરી રહયા છે, તે ખુબ ઉતમ છે.
રામભાઈ મોકરિયા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના કાર્યથી પ્રભાવિત થઈ ને, પોતે પણ એક ચેકડેમ બનાવવા માટે જાહેરાત કરેલ અને અત્યારે જો કોઈ કામ ઉતમ હોઈ તો તે વરસાદી પાણીની મહતમ બચત કરવી જોઈએ.
ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા જે સમૂહ લગ્ન નું આયોજન કરેલ હતું ત્યાં આવનાર ઉદ્યોગપતિ,દાતા અને જાહેર જનતાઓ ને પાણી પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી આ સમૂહલગ્નની જગ્યા પર જ દાતાઓ તરફથી દાન સ્વરૂપે મળેલ હિટાચી મશીન (અર્થ મુવર) નું સી.આર.પાટીલ દ્વારા લોકાર્પણ કરાવેલ અને દરેક સંસ્થાઓ આવા સારા કાર્યમાં જોડાઈ તો પાણીનું જતન કરવું એટલું અધરું નથી માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જયા જુંબેશ ચાલે છે. જે વધુ વેગવંતી બનાવવા અપીલ કરી છે.
સાંસદ શ્રી કેશરીદેવસિંહ દ્વારા જણાવેલ કે ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદી ના નેતૃત્વમાં જળ મંત્રાલયના મંત્રીશ્રી સી.આર.પાટીલ ના મંત્રાલય દ્વારા સંપૂર્ણ ભારતમાં વધુમાં વધુ પાણીનું જતન થાય અને ભવિષ્યની વિશ્વ આખા ની ચિંતા માં એવું જણાવે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો પાણી માટે થશે પણ જે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે રીપેરીંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવવાનું જે કાર્ય ચાલી રહ્યું છે, તે અતિઉત્તમ છે, અને તે કાર્યમાં સાથે જોડાઈ જાય અથવા જાતે વરસાદી પાણી બચાવીએ તેવું જણાવેલ છે.લોકાર્પણમાં અનેક ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓ જેવા કે, સંસદશ્રી પરસોતમભાઈ રૂપાલા, રાજકોટ BJP પ્રમુખશ્રી મુકેશભાઈ દોશી, માજી સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, દર્શીતાબેન શાહ, ઉદયભાઈ કાંનગડ, જયેશભાઈ રાદડિયા, મેયરશ્રી નેનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિહ જાડેજા, કિરણબેન માકડિયા, પુજાબેન પટેલ, પક્ષ પ્રમુખ નીલુબેન જાધવ, સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, રાજકોટ દંડક મનીષભાઈ રાડિયા, વિક્રમભાઈ પુજારા, અશ્વિનભાઈ મોલિયા, માજી ધારાસભ્યશ્રી સાગઠીયા, ગોરધનભાઈ ધામેલીયા, પ્રદીપભાઈ ડવ, પરેશભાઈ ગજેરા, જેરામભાઇ વાંસજાણીયા, ધીરુભાઈ રામાણી, મનીષભાઈ મદેકા, અરવિંદભાઈ પાણ, હરીશભાઈ લાખાણી, જેન્તીભાઈ સરધારા, ચેતનભાઈ સુરેજા, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્ર્સીહ ઠાકુર, બાકીરભાઈ ગાંધી, વલ્લભભાઈ કટારીયા, વિજયભાઈ ડોબરીયા, નીખીલભાઈ ડેકોરા, વી.પી.વૈષ્ણવ,જીતુભાઈ ચંદારાણા, નરેન્દ્રસિહ જાડેજા, ગુણુભાઈ ડેલાવાળા, ધનશ્યામભાઈ હેરભા, ડૉ.વિશાલભાઈ, ડેનીશભાઈ આડેસરા, મિતલભાઈ ખેતાણી, ધીરુભાઈ કાનાબાર, મનુભાઈ ભાલાળા, ડી.કે.સખીયા, એમ.વી.ગજેરા,દિનેશભાઈ પરસાણા, ચંદુભાઈ પરસાણા વગેરે મહાનુભાવો હાજર રહી લોકોનો ઉત્સાહમાં વધારો કરેલ.
આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ જેતાણી, ગોપાલભાઈ બાલધા શૈલેશભાઈ જાની, ડી.વી.મહેતા,ભરતભાઈ ટીલવા, ભુપતભાઈ કાકડિયા, ભરતભાઈ ટીલવા, કૌશિકભાઈ સરધારા, ભરતભાઈ, લક્ષ્મણભાઈ શીગાળા, શૈલેશભાઈ શીગાળા, વિઠલભાઈ બાલધા, ભરતભાઈ ભુવા, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ પીપળીયા, અમિતભાઈ દેસાઈ, કિશોરભાઈ કાથરોટિયા, અશોકભાઈ મોલિયા, મનીષભાઈ માયાણી, રતિભાઈ ઠુંમર તેમજ અનેક ભાઈઓ એ કાર્યને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.