મોટી કુકાવાવ માં વીર જશરાજ દાદા ની 967મી પુણ્યતિથિ ભવ્ય ઉજવણી... - At This Time

મોટી કુકાવાવ માં વીર જશરાજ દાદા ની 967મી પુણ્યતિથિ ભવ્ય ઉજવણી…


મોટી કુકાવાવ માં વીર જશરાજ દાદા ની 967મી પુણ્યતિથિ ભવ્ય ઉજવણી...

મોટી કુંકાવાવ મુકામે આજે સાંજે આઠ કલાકે લોહાણા મહાજન વાડી ખાતે વીર જશરાજ દાદા ની 967 મી પુણ્યતિથિ ની ભાવભીની ઉજવણી કરવામાં આવી જેમાં લોહાણા સમાજ અને રઘુવીર સેના દ્વારા વીર જશરાજ દાદા ના બલિદાન શહાદત ને નમન કરવામાં આવેલ ગૌ રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર જશરાજ દાદા ની આ પુણ્યતિથિ માં ધૂન કીર્તન અને જ્ઞાતિ ભોજન નું પણ આયોજન કરવામાં આવેલ હતું.*
*આ પ્રસંગે ઉપસ્થિત સરપંચ ફોજી સંજયભાઈ લાખાણી ને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા.લોહાણા વેપારી મહાજન નટવરલાલભાઈ અટારા, મુકેશભાઈ મજેઠીયા, અનિલભાઈ વડેરીયા, શિક્ષણ વિદ્ જે ડી સાગલાણી સાહેબ,રાજુભાઈ ગઢીયા, જીગ્નેશભાઈ સવાણી, મિલનભાઈ સંઘાણી, રાજુભાઈ ઉનડકટ, શરદભાઈ વડેરીયા,નિકુલભાઇ સંઘાણી, પાંચાભાઈ જોબનપુત્રા, મનુભાઈ ઉનડકટ,યોગેશભાઈ સુચક,સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિતિ રહેલ હતી.
*કાર્યક્રમ ના સમાપનમાં આરતી,થાળ બાદ લોહાણા સમાજ ના યુવા પ્રમુખ અનિલભાઈ વડેરીયા તેમજ રઘુવીર સેના પ્રમુખ મીલનભાઈ કટારીયા દ્વારા આવેલ તમામ જ્ઞાતિજન ભાઈઓ બહેનો‌ સાથે આમંત્રિતો નુ આભાર દર્શન કરેલ હતું તેમજ જ્ઞાતિ ની એક્તા કાયમ માટે જળવાઈ રહે શુભકાર્યો થતાં રહે તેવી શુભેચ્છા પણ પાઠવેલી હતી.
*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image