ગાંધીનગર માં ધારાસભ્ય રીટાબેન પટેલ ની હાજરી માં રવિ કૃષિ મહોત્સવ યોજાયો
ગાંધીનગર ખાતે આવેલ ખેતી નિયામક કચેરી સેક્ટર 15 માં ગાંધીનગર તાલુકા કક્ષા નો રવિ કૃષિ મહોત્સવ યોજાયો.
આ મહોત્સવ માં ધારાસભ્ય શ્રી નાયબ ખેતી નિયામક શ્રી એસ.વી.પટેલ તથા બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રીટાબેન પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે આ મહોત્સવ રાજ્ય ના ખેડૂતો ને ઓછા ખર્ચે ખેત ઉત્પાદન વધારવા અને પ્રાકૃતિક ખેતી નો વ્યાપ વધે તે અંગે માર્ગદર્શન મળી રહે તેવા હેતુ થી આ મહોત્સવ કરવામાં આવે છે.
નાયબ ખેતી નિયામક શ્રી એસ. વી. પટેલ એ ખેડૂત કલ્યાણ લક્ષી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી તથા આ પ્રસંગે ગુજરાત ભરમાંથી આવેલા વિવિધ કૃષિ લક્ષી સાધનો અને ટ્રેકટર સહિત ઓજારો ના પ્રદર્શને આકર્ષણ જમાવ્યું હતું.
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.