વાઘોડિયા સેવા સદનનો આઉટ સોર્સીંગનો કર્મચારી 1 હજારની લાંચ લેતા પકડાયો

વાઘોડિયા સેવા સદનનો આઉટ સોર્સીંગનો કર્મચારી 1 હજારની લાંચ લેતા પકડાયો


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

એસીબીએ વાઘોડિયા સેવા સદનના કર્મચારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો

વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવતા ચંદ્રેશ રણછોડભાઈ સોલંકી જેઓએ એક વ્યક્તિ પાસેથી 2007ની ઇન્ડેક્સ નકલ કાઢી આપી તેના બદલામાં 1હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પ્રથમ વખત તો આ વ્યક્તિને ગલ્લા ટલ્લા કરવામાં આવ્યા હતા .પરંતુ ત્યારબાદ તેઓએ આ વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી તેઓ આ લાંચ ન આપવાં માટે લાંચ રૂશ્વત વિભાગને જાણ કરવામાં આવી હતી.

વ્યક્તિ દ્વારા ટોલ ફ્રી ઉપર ફરિયાદ

અરજી અંતગર્ત સેવકે જણાવેલ કે 2007ની ઈન્ડેક્ષ છે. જેથી શોધવી પડશે.સમય લાગશે તમારો ફોન નંબર આપતાં જાવ હું તમને શોધીને ફોન કરૂ ત્યારે આવજો. ત્યાર બાદ ફરીયાદીના મોબાઇલ ઉપર આરોપીએ ફરીયાદી ને ફોન કરી જણાવેલ કે, તમારી ઇન્ડેક્ષની કોપી મળી ગયેલ છે. તમે ચલણ ભરી દેજો. અને ઉપરનો ખર્ચો આપી દેજો. ત્યાર બાદ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર સંપર્ક કરી લાંચ રૂશ્વત વિભાગના ઈશારે સમગ્ર તકતો ગોઠવ્યો હતો.

એ.સી.બી.માથી મહિતી પ્રમાણે છટકું ગોઠવ્યું

એ.સી.બી.માથી મહિતી પ્રમાણે એક માલિકને મકાનના દસ્તાવેજના ઇન્ડેક્ષની જરૂર હોવાથી તેઓ વાઘોડીયા સબ રજીસ્ટાર કચેરીમા ગયા હતા. ત્યાં તેઓ આઉટ સોર્સીગથી સેવક તરીકે નોકરી કરતા ચન્દ્રેશભાઇ સોલંકીનો સંપર્ક થયો હતો. અને તેઓને ઇન્ડેક્ષની નકલ કાઢવા બાબતે વાત કરી હતી. અને અરજી આપી હતી.જે દરમિયાન ફરિયાદીની ફરીયાદ ના આધારે એલસીબીએ લાંચનુ છટકાનું તાલુકા સેવાસદન કચેરીમાં આયોજન કર્યું હતું આ ગુનાના આરોપી ચંદ્રેશ રણછોડભાઈ સોલંકી રહે. ૩૬૩ સ્વાદ કવાટસૅ,હરણી રોડ વડોદરા, ફરિયાદી પાસેથી રૂપિયા 1000ની લાચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જેથી મદદનીશ નિયામક પી એસ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ પી.આઈ.આર.વી.વીછીંએ આરોપી ચંદ્ર સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર બનાવ ને પગલે સરકારી ઓફિસોમાં ફફડાટ

આ સમગ્ર ઘટના બનતા જ સરકારી ઓફિસોમાં આવી લાંચ લેતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો .હાલમાં ચાલતી ચર્ચા મુજબ આ જ પ્રકારે બીજા અન્ય ઠેકાણે પણ એલસીબીના દરોડા પડે તો બીજા અસંખ્ય આવા કેસો બહાર આવે તો કોઈ નવાઈ નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »