શામળાજી કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામા આવી - At This Time

શામળાજી કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામા આવી


આર્ટ્સ કોલેજ શામળાજીમાં ડે સેલિબ્રેશન અંતર્ગત વિશ્વ આદિવાસી દિવસ' કોલેજના પ્રિન્સીપાલ ડો.અજય.કે. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના અધ્યાપક ડો. વી. કે.ગાવીતે આદિવાસી દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે તેનો પરિચય અને આદિવાસી સમાજની સંસ્કૃતિ, સભ્યતા અને અસ્મિતાને ઉજાગર કરતું વક્તવ્ય આપ્યું હતું. આર્ટ્સ કોલેજ અને બી.એડ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભજન, લોકગીત, આદિવાસી નૃત્ય, સ્પીચ, આદિવાસી મોર્યું, આદિવાસી સંસ્કૃતિ વગેરે રજૂ કરી ભવ્ય ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડે. ઈન્ચાર્જ ડો. પરમજીત પનેસરે અને સંચાલન ડો. સરવાણી પટેલે કર્યુ હતું. પ્રિન્સીપાલ ડો.અજય પટેલ અને ટ્રસ્ટી દિલીપભાઇ કટારાએ વિદ્યાર્થીઓને સદર દિવસની ધામધૂમથી ઉજવણી કરવા પ્રોત્સાહન આપ્યું હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.