અમરેલી સાંસદ અને દંડક વેકરિયા ની ઉપસ્થિતિ માં બાંભણીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનેલ ચેકડેમના જલ વધામણા
અમરેલી સાંસદ અને દંડક વેકરિયા ની ઉપસ્થિતિ માં
બાંભણીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનેલ ચેકડેમના જલ વધામણા
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે.મુખ્ય ગુજરાત દંડક કૌશિકભાઈ વેકરીયા એ જણાવેલ કે, શ્રી દિલીપભાઈ સખીયા અને તેમની ટીમ દ્વારા બાંભણિયા ગામના તમામ ગ્રામજનોને શુભકામનાઓ, જેમણે પાણી સંરક્ષણ અને સંગ્રહના આ મહાન કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જળ સંરક્ષણ અભિયાન શરૂ કર્યું છે, જેના અનુસંધાને ગીરગંગા પરિવાર ટ્રસ્ટે કુકાવાવ તાલુકામાં જળ સંરક્ષણ માટે વિશાળ સ્તરે કામગીરી હાથ ધરી છે. સરકાર દ્વારા પણ આ અભિયાનને મજબૂત ટેકો આપવામાં આવ્યો છે, જે એક ખૂબ જ આનંદની બાબત છે. આ તક પર, સમગ્ર ગીરગંગા પરિવાર અને તમામ ગ્રામજનોને હૃદયપૂર્વક શુભકામનાઓ, કે જેમણે આ મહત્ત્વના અભિયાનમાં સહયોગ આપી આપણા ભવિષ્યને સુરક્ષિત કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. વડાપ્રધાન મોદી સાહેબની ઝુંબેશને સાથ આપી, આપણે સૌ જળ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીએ, એ જ એક સશક્ત અને સમૃદ્ધ ભવિષ્ય માટેનો માર્ગ છે!સરપંચ શ્રી લાલજીભાઈ ભુવા એ જણાવેલ કે, આજરોજ બામણીયા ગામમાં નવા ચેકડેમનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું, જે ગામના લોકોના સહકાર અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સખીયા તેમજ તેમની સમગ્ર ટીમના અવિરત પ્રયત્નોથી સંભવ બન્યું. નર્મદાના નિર ગામમાં પધારતા, સમગ્ર ગામમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો.ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ હતી, કેમ કે આ ચેકડેમ તેમને ખેતી માટે પાણીની સુલભતા પ્રદાન કરશે અને ભૂગર્ભ જળસ્તર વધારવામાં મદદરૂપ થશે અને ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ વધામણા કરવા પધાર્યા હતા એ બધાનો ખુબ ખુબ આભાર વ્યકત કરું છુ.આ જલ વધામણામાં સરપંચ લાલજીભાઈ ભુવા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા વિપુલભાઈ વસાણી સંસદશ્રી ભરતભાઈ સુતરીયા, માજી પ્રમુખ ગોપાલભાઈ અંટાંળા મહામંત્રી પી.વી.વસાણી રમેશભાઈ સાકરિયા મનસુખભાઈ બરવાડીયા પ્રભાતભાઈ લાવડીયા અનિલભાઈ ગજેરા વજુભાઈ ડોબરીયા, ધીરુભાઈ ગજેરા, રવજીભાઈ ભુવા કિરીટભાઈ ગજેરા, પ્રફુલભાઈ ગજેરા કિરીટભાઈ સતાસિયા દિનેશભાઈ પાનસુરીયા સુરેશભાઈ વસાણી, બાલાભાઈ લીલા ભરતભાઈ બોધાબની ચંદુભાઈ ડોબરીયા વસંતભાઈ પદમાણી મગનભાઈ ટાઢાંણી બાલાભાઈ માંગરોળીયા, પરેશભાઈ માંગરોળીયા જેન્તીભાઈ પાનસુરીયા અરવિંદભાઈ લાવડીયા અરવિંદભાઈ ડોબરીયા જયસુખભાઈ ગજેરા રમેશભાઈ ધાનાણી તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ વિરાભાઈ હુંબલ રમેશભાઈ ઠક્કર કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ હાજર રહયા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
