ગરમીમેં ઠંડી કા અહેસાસ: દુનિયાની પ્રસિદ્ધ ફ્રોઝન ડેઝર્ટ કેવી હોય છે? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/enjoy-chilling-in-hotness-how-is-the-worlds-famous-frozen-dessert-look-like/" left="-10"]

ગરમીમેં ઠંડી કા અહેસાસ: દુનિયાની પ્રસિદ્ધ ફ્રોઝન ડેઝર્ટ કેવી હોય છે?


અમદાવાદ, તા. 14 ઓગષ્ટ 2022, રવિવારઆમ તો ગરમીમાં બધાને એક વાનગી ચોક્કસ ભાવે છે અને તેનું નામ છે આઈસ ક્રીમ.. જેમ પાણીને થીજાવી બરફ બનાવી દેવામાં આવે તેમ કેટલીક ખાદ્ય ચીજો ખાસ કરીને દૂધ કે દૂધના પાઉડરને ફ્રીઝ કરી તેની સાથે વિવિધ વસ્તુઓ ઉમેરી દેવામાં આવે અને જે ખાદ્ય ચીજ તૈયાર થાય તેને ફ્રોઝન ડેઝર્ટ કહેવામાં આવે છે. પણ એશિયાથી અમેરિકા અને યુરોપથી આફ્રિકા આ ચીજોના અલગ અલગ સ્વરૂપ છે. આજે ચાલો તેની મજા માણીએફ્રોઝન કસ્ટર્ડ, અમેરિકા અમેરિકામાં આઈસક્રીમનો સૌથી વધુ લોકપ્રિય પ્રકાર છે તેને ફ્રોઝન કસ્ટર્ડ કહેવામાં આવે છે. બ્રુસ વિનસ્ટીન નામના લેખકના The Ultimate Ice Cream Book પુસ્તક અનુસાર આ ફ્રોઝન કસ્ટર્ડની ૫૦૦ જેટલી રેસેપી છે. ફ્રોઝન કસ્ટર્ડ દૂધ, મલાઈ, ખાંડ, ઈંડા સાથે બને છે તો ક્યારેક તેમાં દહીં ભેળવી તેને યોગર્ટનું સ્વરૂપ પણ આપી શકાય છે. રાસ્પેડો, મેક્સિકો ભારતમાં જેને બરફના ગોલા કે અમદાવાદમાં ખાલી બરફ કહે છે એમ રાસ્પેડો એક સ્નો કોન જ છે. ફેર એટલો છે કે ચાસણી કે ફ્લેવર માટે તેમાં ફ્રેશ જ્યુસનો ઉપયોગ કરવામાં આવે છે. મેક્સિકોની સ્ટ્રીટ ઉપર તે વેચવામાં આવે છે અને મોટાભાગે તેમાં ફુદીનો, લીંબુ, પાઈનેપલ, ઓરેન્જ અને મેગો ફ્લેવર મળે છે. આ રાસ્પેડોનું નવું સ્વરૂપ પણ છે જેને એસ્કીમો કહેવાય છે. આ એસ્કીમોમાં દૂધ, તાજા ફળ, ખાંડ અને ક્યરેક મિલ્કશેક તરીકે પીવું હોય તો વેનીલા આઈસક્રીમ મેળવવામાં આવે છે. જીલાટો, ઇટાલી પાસ્તા અને પિત્ઝા સિવાય પણ ઈટાલીયન લોકો માટે એક ખાસ વાનગી છે અને તે છે જીલાટો. જેમ કોફીબાર હોય છે તેમ જીલેટેરિયા હોય છે. લોકો અહી બેસી આ ઠંડી ચીજનો સ્વાદ માણતા સુખ દુખની વાતો કરે છે. જીલેટોમાં આઈસ્ક્રીમ કરતા ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. દૂધ, ઈંડા, ખંડ અને ચોકલેટ કે હેઝલન્ટ કે પીસ્તા અને વેનીલા આઈસક્રીમ મિક્સ કરી તેને બનાવવામાં આવે છે. જોકે ઇટાલિયન માટે ચોકલેટ સૌથી લોકપ્રિય ફ્લેવર છે. ક્રીમ ગ્લેસ, ફ્રાંસઆ જીલેટો જેવી લાગતી જ ફ્રોઝન ડીશ છે પણ કેટલાક લોકો માટે તે વધારે સારી વાનગી છે. ફ્રોઝન કસ્ટર્ડ અને જીલેટોની વચ્ચે જેવી લાગતી આ વાનગી મલાઈ અને ઈંડાથી બને છે. તેના ઉપર સોલ્ટેડ કેરેમલ છાંટવામાં આવે છે. ડોન્ડુંમાં, તુર્કીઆ એક એવો આઈસક્રીમ છે જે પીગળતો નથી. ખાંડ અને ઓર્ચિડના પલ્પથી બનતો આ આઈસક્રીમમાં બકરીના દૂધનો ઉપયોગ થાય છે. તેના લીધે તે ઇલાસ્ટિક બને છે. આ આઈસક્રીમ ખાવા કરતા તેને પીરસનાર તેને કોનમાં ભરે એ દ્રશ્ય જોવું એ પણ એક લહાવો છે. કુલ્ફી, ભારતભારત માટે પરંપરાગત આઈસ્ક્રીમ નથી પણ કુલ્ફી છે. કહેવાય છે કે ચાર સદીઓથી ભારતમાં કુલ્ફી બને છે. દૂધને ખુબ જ ઉકાળી તેને એકદમ ઘટ્ટ બનાવવામાં આવે છે અને તેની સાથે ફ્લેવર ઉપરથી સુકો મેવો અને અન્ય ચીજો છાંટી તે પીરસવામાં આવે છે. કુલ્ફી આઈસક્રીમથી અલગ પડે છે કારણ કે તેને એક બીબામાં પહેલેથી ઢાળી ઠંડી કરવામાં આવે છે તેને મોટેભાગે કોનના સ્વરૂપમાં જ પીરસવામાં આવે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]