Test Rankings: રોહિત-કોહલીને પછાડીને જો રૂટ બન્યા નંબર-1 બેટ્સમેન - At This Time

Test Rankings: રોહિત-કોહલીને પછાડીને જો રૂટ બન્યા નંબર-1 બેટ્સમેન


- જો રૂટ પ્રથમ વખત ઓગષ્ટ 2015 (917 રેટિંગ)માં ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બન્યા હતાનવી દિલ્હી, તા. 15 જૂન 2022, બુધવારઈન્ગલેન્ડ ટેસ્ટ ટીમના પૂર્વ કેપ્ટન જો રૂટ (Jo Root) ટેસ્ટ ક્રિકેટમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી સીરિઝમાં જો રૂટે રનનું ઘોડાપૂર સર્જ્યું છે અને રૂટને તેનો ફાયદો પણ મળ્યો છે. જો રૂટ હવે ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બની ચુક્યા છે. આજ રોજ જાહેર કરવામાં આવેલા તાજા રેન્કિંગમાં જો રૂટ ટોચ પર છે. ન્યૂઝીલેન્ડ અને ઈન્ગલેન્ડ વચ્ચે ચાલી રહેલી સીરિઝ શરૂ થઈ તે પહેલા ઓસ્ટ્રેલિયાના માર્નસ લૈબુશેન નંબર-1 ટેસ્ટ બેટ્સમેન હતા પરંતુ જો રૂટે આ સીરિઝમાં તેમને પછાડી દીધા. હવે ઈંગ્લિશ બેટ્સમેન જો રૂટના 897 પોઈન્ટ થઈ ગયા છે જ્યારે માર્નસ લૈબુશેનના 892 પોઈન્ટ છે. 

નંબર

ટોપ-10 બેટ્સમેન

     1.

જો રૂટ

     2.

માર્નસ
લૈબુશેન

3.

સ્ટીવ સ્મિથ

4.

બાબર
આઝમ

5.

કેન વિલિયમસન

6.

ડિમુથ
કરૂણારત્ને

7.

ઉસ્માન ખ્વાજા

8.

રોહિત
શર્મા

9.

ટ્રેવિસ હેડ

10.

વિરાટ
કોહલી

જો રૂટ પ્રથમ વખત ઓગષ્ટ 2015 (917 રેટિંગ)માં ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બન્યા હતા જ્યારે ડિસેમ્બર 2021માં છેલ્લી વખત તેઓ આ પોઝિશન પર હતા. જો રૂટ કુલ 163 દિવસ માટે નવા નંબર-1 ટેસ્ટ પ્લેયર બન્યા હતા. જો ફૈબ ફોરની વાત કરીએ તો સ્ટીવ સ્મિથ (1,506 દિવસ), વિરાટ કોહલી (469 દિવસ) અને કેન વિલિયમસન (245 દિવસ) માટે નંબર-1 રહ્યા છે.  જો ટીમ ઈન્ડિયાના બેટ્સમેન્સને જોઈએ તો ટોપ-10માં માત્ર 2 જ ભારતીય ખેલાડીઓ છે. 754 રેટિંગ સાથે રોહિત શર્મા 8મા નંબર પર અને 742 રેટિંગ્સ સાથે વિરાટ કોહલી 10મા નંબરે છે. ઈન્ગલેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી સીરિઝમાં હજુ સુધી 2 મેચ રમ્યા છે જેમાં તેમણે 305 રન બનાવ્યા છે જેમાં 2 સદી પણ સામેલ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon