વિસાવદર મા ધારાસભ્ય બનવાના સપના જોતા લોકોને વધુ રાહજોવી પડશે (તેવોરાજકીય વિસલેસણ નો મત )
*વિસાવદરમાધારાસભ્ય બનવાના સ્વપ્ન જોતા લોકોને વધુ રાહ જોવી પડશે*
*હર્ષદ રિબડીયાએ રિટ પરત ખેંચતા અનેક લોકો ચૂંટણી આવશે તેવી રાહમાં બેઠા સપના જોવે છે ત્યારે હાઇકોર્ટમાં હરેશભાઇ ડોબરીયા વાળી ઇલે.પિટિશનમાં બે જુલાઈની મુદત પડી છે.*
*અગાવ જાહેરહિતની રીટમાં હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ હોય ચૂંટણી થઈ શકે નહીં તેવી બાબતનું શુ..? શુ ચૂંટણી પંચ હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ હોવા છતાં ચૂંટણી આપવાની હિંમત કરશે..?*
વિસાવદરતા. વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકની ૮૭ વિસાવદરવિધાનસભાની ચૂંટણી અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી રીટ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પાછી ખેંચેલ હોવાના સમાચારો પ્રસિદ્ધ થતા વિસાવદર ભેસાણના રાજકીય પક્ષના ઉમેદવારોએ સ્વપ્ન જોવાના ચાલુ કરી દીધેલ છે અને આ વખતે તેઓ આ વિસ્તારની સેવા કરવા માટે તત્પર છે અને લોકોની તેઓ સેવા કરશે તેવી વાતો સાથે પક્ષમાં ટિકિટ માટે લોબિંગ કરી દાવેદારી કરી રહ્યા છે.ત્યારે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સૌપ્રથમ દાખલ થયેલ હરેશભાઈ ડોબરીયા વાળી ઇલેક્શન પિટિશન હાલ નામદાર ગુજરાત હાઇકોર્ટના કેસ સ્ટેટસમાં પેન્ડિંગ બતાવે છે અને તેમણે કોઈ રીટ પરત ખેંચેલ હોય તેવી કોઈ હકીકત જાણવા મળતી નથી અને નામદાર હાઇકોર્ટમાં આ રીટની મુદત તારીખ બે જુલાઈ ૨૦૨૫ ની બતાવવામાં આવેલ છે ત્યારે વિસાવદર ભેસાણની ચૂંટણી અંગે ચાલતી ચર્ચાઓ મુજબ મે મહિનામાં અથવા તો જૂનના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની કોઈ શક્યતા હાલ દેખાતી નથી અને ભૂતકાળમાં આ સંબંધે અન્ય વ્યક્તિએ જાહેરહિત માટે ચૂંટણી આપો તેવી માગણી કરતી અરજી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલ હતી ત્યારે પણ નામદાર હાઇકોર્ટે અગાઉની રીપીટેશન પેન્ડિંગ હોય તેથી હાલની અરજીનો નિર્ણય થઈ શકે નહીં કે ચૂંટણી પંચ આ સંબંધે ચૂંટણી આપી શકે નહીં તેવું બનેલ તેવું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે આ ઉપરાંત ચૂંટણી પંચે પણ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ હોય સબજયુડીશ મેટર હોય ત્યારે હાઇકોર્ટની ઉપરવટ જઈને કોઈ ચૂંટણી આપી શકાય નહીં તેવું જણાવી અગાઉ ચૂંટણી આપેલ નથી ત્યારે હવે ચૂંટણીપંચ નામદાર હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ હોવા છતાં ચૂંટણી આપે તે હાલ શક્ય નથી અને જો આ રિટ પાછી ના ખેંચાય તો બે જુલાઈ સુધી વિસાવદર વિધાનસભાની ચૂંટણી કરવી કોઈ પણ રીતે શક્ય નથી તેથી વિસાવદરમાં બિલાડીના ટોપની જેમ નીકળી પડેલા ધારાસભાની ચૂંટણી લડવાના ખ્વાબ જોતા લોકોને વધુ સમય ચૂંટણી જાહેર થાય તેની રાહ જોવી પડશે
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
