રાજુલા માર્કેટિંગ યાર્ડ માં ટેકા નાં ભાવે મગફળી ની ખરીદી શરૂ - At This Time

રાજુલા માર્કેટિંગ યાર્ડ માં ટેકા નાં ભાવે મગફળી ની ખરીદી શરૂ


રાજુલા માર્કેટિંગ યાર્ડ માં ટેકા નાં ભાવે મગફળી ની ખરીદી શરૂ

આજરોજ તા.19/11/2024 ને મંગળવારનાં રોજ માન.ધારાસભ્યશ્રી હિરાભાઈ સોલંકી, માર્કેટ યાર્ડ-રાજુલાના પ્રમુખશ્રી જીજ્ઞેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજુલા ખાંભા તા.સ.ખ.વે.સંઘ લી.રાજુલા દ્વારા સરકારશ્રીના ટેકાના ભાવે માર્કેટ યાર્ડ- રાજુલા ખાતે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવેલ. જેમાં રાજુલા ખાંભા તાલુકા સંઘ નાં પ્રમુખશ્રી રમેશભાઇ ડોબરીયા, જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી પીઠાભાઈ નકુમ, માર્કેટ યાર્ડ-રાજુલાના ઉપપ્રમુખશ્રી અરજણભાઈ વાઘ, માર્કેટ યાર્ડ-રાજુલાના સદસ્યશ્રી રાજેશભાઈ પરસાણા, રમેશભાઈ વસોયા, હુસેનભાઇ સેલોત, રાજુલા ખાંભા તા.સંઘના સદસ્યશ્રી દાદબાપુ વરૂ, મહેશભાઇ વાયલું, હરસુરભાઈ વાઘ, ભગવાનભાઈ કાતરીયા, જીવકુભાઈ ખુમાણ, સાગરભાઈ સરવૈયા, દોલુદાદા રાજ્યગોર, ગુજકોમાસોલનાં પ્રતિનિધિશ્રી મોભ સાહેબ, તા.સંઘના મેનેજરશ્રી સાવલીયા સાહેબ, માર્કેટ યાર્ડ-રાજુલાના સેક્રેટરીશ્રી રાજેશભાઈ કાકડીયા, વેપારીભાઈઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડુતભાઇઓ હાજર રહી મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવેલ.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.