આખરે એલન મસ્કની ગુજરાત પર નજર ઠરી : ટેસ્લા સાણંદ નજીક EV કારનો પ્લાન્ટ સ્થાપશે, જમીન પસંદગીનો ધમધમાટ શરૂ - At This Time

આખરે એલન મસ્કની ગુજરાત પર નજર ઠરી : ટેસ્લા સાણંદ નજીક EV કારનો પ્લાન્ટ સ્થાપશે, જમીન પસંદગીનો ધમધમાટ શરૂ


વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લોએ ભારતમાં કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ નાંખવા લગગભ મન બનાવી લીધુ છે. અધિકારિક સૂત્રોના મતે,  ટેસ્લા ગુજરાતમાં સાણંદ નજીક કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરે તેવી શક્યતા છે. જાન્યુઆરી-2024માં યોજાનારાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટેસ્લા સાથે એમઓયુ થઇ શકે છે. આમ, વિશ્વના ધનિક વ્યક્તિ ગણાતાં એલોન મસ્ક ભારતમાં ઇવી કાર પ્રોજેક્ટ માટે ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે જેના પગલે ગુજરાત રાજ્યના ઉદ્યોગ વિભાગે ટેસ્લા પ્રોજેક્ટ માટે સાણંદ નજીક જમીન ફાળવણીની તૈયારીઓ આદરી છે.

1708926640202-0" data-google-query-id="CN6xlsCWyYUDFUyJZgId8vMEpQ">

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image