મુંબઈમાં કોલસા મોહલ્લા રાણાવાવ હલાઈ મેમણ જમાતની વાર્ષિક જનરલ મિટિંગ એજીએમનું આયોજન 30મી સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવ્યું હતું. - At This Time

મુંબઈમાં કોલસા મોહલ્લા રાણાવાવ હલાઈ મેમણ જમાતની વાર્ષિક જનરલ મિટિંગ એજીએમનું આયોજન 30મી સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવ્યું હતું.


તસવીર અને અહેવાલ શોએબ મ્યાનુંર મુંબઈ

કોલસા મોહલ્લા રાણાવાવ હાલાઈ મેમણ જમાતની વાર્ષિક સામાન્ય સભા (મિટિંગ) એજીએમનું આયોજન 30મી સપ્ટેમ્બર 2022 ના રોજ નાખુદા સ્ટ્રીટ કોલસા મોહલ્લા રાણાવાવ હાલાઈ મેમણ જમાતખાના, મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર એજીએમમાં જમાતના ટ્રસ્ટી બાબાભાઈ કોલસાવાલાએ મંચ પરથી દોરવણી કરી હતી.

એજીએમની શરૂઆત જમાતના પ્રમુખ અનવર અબાઝુમાએ કુરાન શરીફની તિલાવત સાથે કર્યું હતું. બાદમાં, કોલસા મોહલ્લા રાણાવાવ હાલાઈ મેમણ જમાતની આ એજીએમની વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. અને આગામી સમયમાં જરૂરિયાતમંદ બાળકોની શાળાની ફીમાં મદદ કરવી, મેડિકલ હેલ્પ ફંડ આપવું, જરૂરિયાતમંદોને અનાજ આપવું, વિધવા મહિલાઓને મદદ કરવી જેવા અનેક કામો હાથ ધરવાનો ઉલ્લેખ કર્યો હતો. અને મહિલા પાંખની પણ રચના કરવામાં આવી હતી.

આ એજીએમમાં કોલસા મોહલ્લા રાણાવાવ હાલાઈ મેમણ જમાતના ટ્રસ્ટીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી સહિત કોલ્સા મોહલ્લા રાણાવાવ હાલાઈ મેમણ જમાતના સભ્યો હાજર રહ્યા હતા.

કોલસા મોહલ્લા રાણાવાવ હાલાઈ મેમણ જમાતની સમગ્ર ટીમે પોતાની મહેનતથી આ એજીએમને સફળ બનાવવામાં સફળ રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.