નેત્રંગ તાલુકામાં આગામી તા.૨૮ નવેમ્બર,૨૦૨૪ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવશે
આપણી પાસે રહેલા ઓળખ કાર્ડ તરીકે ઘણા ડૉક્યુમેન્ટ હોય છે. જેમાં એક ચૂંટણીકાર્ડનો સમાવેશ થાય છે. અને જે લોકોના મતદાર યાદીમાં નામ હોય છે તે લોકો પાસે આ ચૂંટણીકાર્ડ હોય છે. તેમજ જેમની પાસે ચૂંટણીકાર્ડ હોય તેમાં ઘણી વખત ભૂલ પણ હોય છે. અને ઘણા વ્યક્તિ કે જે 18 વર્ષના થયા હોય તે લોકોને નવા ચૂંટણીકાર્ડ કઢાવવાના હોય છે. આ માટે ઈલેકશન કમિશન દ્વારા મતદારયાદી કાર્યક્રમ જાહેર કરે છે. અને જો તમારે પણ ચૂંટણીકાર્ડને લગતા પ્રશ્નો છે.
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. તે પૂર્વે જ તૈયારીના ભાગરૂપે ઈલેકશન કમિશન દ્વારા મતદાર યાદી સુધારણા માટે એક ખાસ ઝુંબેશ યોજવામાં આવી છે.
નેત્રંગ તાલુકામાં આગામી તા.૨૮ નવેમ્બર,૨૦૨૪ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરુ છે. તા.૦૧.૦૧.૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા ભારતીય નાગરિકો મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવી શકશે. મતદાર તરીકે અગાઉથી નોંધાયેલા છે તેવા નાગરિકોએ મતદાર યાદીમાં નામ, વિગત, ફોટો અચૂક ચકાસી લેવો, જરુર જણાય તો ફેરફાર કરવા માટેની અરજી આપવી.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત તા.૧૭ નવેમ્બર,૨૦૨૪ને રવિવાર, તા.૨૩ નવેમ્બર,૨૦૨૪ને શનિવાર, તા.૨૪ નવેમ્બર, ૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી નેત્રંગ તાલુકાના ૮૯ મતદાન મથકો પર હાજર અધિકારીઓનો સંપર્ક કરવો. મતદારયાદીમાં નાગરિક-મતદાતાના નામ સાથે આધાર લીંક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. મતદાનનો અધિકાર પ્રાપ્ત કરવા, મતદાર યાદીમાં નામ નોંધણી ભૂલશો નહીં, મતદાનનો મોકો ચૂકશો નહીં.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.