સાયલામાં વીજ પોલના સંપર્કમાં આવેલી ગાયનું કરંટ લાગતા મોત

સાયલામાં વીજ પોલના સંપર્કમાં આવેલી ગાયનું કરંટ લાગતા મોત


- એક મહિનામાં બે પશુના વીજ કરંટથી મૃત્યુ થતા પશુપાલકોમાં તંત્ર સામે રોષસાયલા : સાયલામાં વીજ પોલના સંપર્કમાં આવેલી ગાયનું કરંટ લાગતા મોત થયુ હતું. એક મહિનામાં બે પશુના વીજ કરંટથી મૃત્યુ થતા પશુપાલકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. ંએકાદ મહિના પહેલા ગ્રામ પંચાયત સામે આવેલા લોખંડના વીજ પોલ પાસેથી પસાર થઇ રહેલી ભેંસ કરંટ લાગતા મોતને ભેટી હતી. તે પછી આવો બનાવ આજે પણ બન્યો હતો. વરસાદી છાંટા શરૂ થતા બપોરે સુદામડા દરવાજા પાસે લોખંડના વીજપોલ નજીકથી પસાર થતી ગાય થાંભલાના સંપર્કમાં આવતા કરંટનો ભોગ બની હતી. ગાયના મોતથી લોકોમાં અરેરેટી વ્યાપી ગઇ હતી. બજારમાં તેમજ ગામના દરેક જગ્યા પરથી લોખંડના વીજ પોલ હટાવવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. બગીચા પાસે લોખંડના પોલ કાઢી સિમેન્ટના નાખવા માટે લવાયા છે, તે એક મહિનાથી પડયા હોવા છતાં પીજીવીસીએલ દ્વારા સિમેન્ટના પોલ ઊભા કરવામાં આવતા નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »