દિલ્હી ચૂંટણી અપડેટ્સ:મતદાન દરમિયાન એક્ઝિટ પોલ પર પ્રતિબંધ, ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કર્યુ - At This Time

દિલ્હી ચૂંટણી અપડેટ્સ:મતદાન દરમિયાન એક્ઝિટ પોલ પર પ્રતિબંધ, ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કર્યુ


ચૂંટણી પંચે 5મી ફેબ્રુઆરીએ મતદાન દરમિયાન કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન જાહેર કર્યુ છે. સોમવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં ચૂંટણી પંચે લખ્યું- 5 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યાની વચ્ચે એક્ઝિટ પોલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. મીડિયા સાંજે 6.30 વાગ્યા પછી એક્ઝિટ પોલ બતાવી શકે છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ દિલ્હીની તમામ 70 સીટો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. 70 વિધાનસભા બેઠકો માટે કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image