વડિયા ના મોરવાડા ગામની સીમ માંથી 398બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપતી સ્થાનિક પોલીસ - At This Time

વડિયા ના મોરવાડા ગામની સીમ માંથી 398બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપતી સ્થાનિક પોલીસ


વડિયા ના મોરવાડા ગામની સીમ માંથી 398બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપતી સ્થાનિક પોલીસ

બાતમીના આધારે રેડ કરી રૂપિયા 2,27,737નો મુદ્દામાલ જપ્ત કર્યો

વડિયા

અમરેલી જિલ્લા ના છેવાડાના સરહદી તાલુકા મથક એવા વડિયા ના મોરવાડા ગામે મહેન્દ્ર ગભરુભાઈ બસીયા નામનો શખ્સ પોતાની વાડીએ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ રાખી વેચતો હોવાની બાતમીના આધારે વડિયા પોલીસ દ્વારા ગત રાત્રીના બાતમીની જાગ્યા પર રેડ કરતા જુદી જુદી બ્રાન્ડ ની 398 બોટલ ઈંગ્લીસ દારૂ મળી આવ્યો હતો જેમા રોયલ ચેલેન્જ વીસ્કી -180 નંગ,ઓલ સેશન ગોલ્ડ કલેક્શન વીસ્કી - 36 નંગ,ક્રેઝી બોક્ષર અલ્ટ્રા ફાઈન વીસ્કી - 156 નંગઅને બીજા છૂટક નંગ ઝડપ્યા હતા. જેની કિંમત રૂપિયા 2,07,737 સાથે એક બ્લેક કલર નુ સ્પેલન્ડર મોટર સાઇકલ જેની કિંમત રૂપિયા 20000 એમ કુલ મળી 2,27,737 નો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપી મહેન્દ્ર ગભરુભાઈ બસીયા સામે પ્રોહી એક્ટ ની કલમ 65e અને 116B મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ રેડ માં વડિયા પોલીસ ના સુખદેવસિંહ જાડેજા,બી.જે.જાની,એ.જી. મોરી સહીત ના જોડાયા હતા અને ઈંગ્લીસ દારૂ ના ગેરકાયદેસર વેચાણ તે પેહલા તેને ઝડપવામાં સફળ થયા હતા.વડિયા પોલીસ ની આ રેડ થી વડિયા વિસ્તાર માં ઈંગ્લીસ દારૂ ના વ્યસનીઓ અને વેચનારા બુટલેગરો માં ફફડાટ વ્યાપતો જોવા મળી રહ્યો છે

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image