GMERS Medical College માં ૬૭% ફી વધારો જિકી ને, ગુજરાત સરકારની મધ્યમ આવાક વાળા માબાપ ને એક ચમચમતી લપડાક.
ગુજરાત સરકારના આવા પગલાંથી કેટલાક પ્રશ્નો થાય છે.
ગુજરાતના ગામડે - ગામડે હેલ્થ સેવા પુરીપાડવાની, તે માટે હોસ્પિટલો, ડોક્ટરો પુરા પાડવાની પ્રાથમિક જવાબદારી સરકાર ની નથી?
ગુજરાતના બાળકો માટે નવી અને પૂરતા પ્રમાણમાં સરકારી મેડિકલ કોલેજ ખોલવાની જવાબદારી ગુજરાત સરકારની નથી? છેલ્લા કેટલા વર્ષો પહેલા સરકારી મેડિકલ કોલેજ ખોલી હતી?
શું GMERS મેડિકલ કોલેજ એ સરકારે પોતાની પ્રાથમિક જબદરી સમજીને બનાવેલ છે ?
શું ગુજરાત સરકાર પાસે મેડિકલ કોલેજ ચલાવવા ફંડ નથી ?
૫. તો પછી રેકોર્ડ બ્રેકીંગ GST કૅલેકશનની વાતો કેમ થાય છે? શું ખરેખર ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહા શક્તિ થવા જઈ રહ્યું છે?
શા માટે GMERS મેડિકલ કોલેજની સીટો NRI અને મેનેજમેન્ટ કવોટા SELL કરવા પડે છે? શું આ NRI અને મેનેજમેન્ટ કવોટા ની સીટો ગુજરાત ના હોશિયાર વિદ્યાર્થીઓને ન મેળવી જોઈએ?
શા માટે GMERS મેડિકલ કોલેજની ચલાવાની જવાબદારી આર્થિક મધ્યમ વર્ગના પરિવાર પર નાખવામાં આવે છે? MBBS ના ૪.૫ વર્ષ ની ફીસ ૨૪.૭૫ લાખ રૂપિયાની કઠોર જવાબદારી આર્થિક મધ્યમ વર્ગના પરિવાર પર નાખવામાં આવે છે?
શું NRI વિદ્યાર્થીઓ MBBS પૂરું કાર્ય પછી ગામડે ગામડે જઈને હેલ્થ સેવાઓ પુરી પાડશે?
શું વર્તમાન ગુજરાત સરકારને મધ્યમ વર્ગના પરિવારે વોટ આપીને ચૂંટી નહિ હોય ?
આવા કેટલા બધા પ્રશ્નો શું ગરીબ અને મઘ્યમમધ્યમ વર્ગના માબાપને ઉદ્ભવતા નહિ હોય ?
સામાન્ય માણસો પોતાનો બાળક ગમે તેટલો હોશિયાર હોય પણ આટલી મોંઘી ફી કેમ ભરી એડમિશન મેળવી સખે એ વિચારવું પડે
રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
માળીયા મીયાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.