દામનગરમાં આવી છે ભા. જ. પ.ના શાસનમાં જર્જરીત ખંઢેર  સરકારી ઈમારતોની અતિ ગંભીર હાલત..આ છે નાશ પામતો વિકાસ....!!!  - At This Time

દામનગરમાં આવી છે ભા. જ. પ.ના શાસનમાં જર્જરીત ખંઢેર  સરકારી ઈમારતોની અતિ ગંભીર હાલત..આ છે નાશ પામતો વિકાસ….!!! 


દામનગરમાં આવી છે ભા. જ. પ.ના શાસનમાં જર્જરીત ખંઢેર  સરકારી ઈમારતોની અતિ ગંભીર હાલત..આ છે નાશ પામતો વિકાસ....!!!      સ્થાનિક થી લઈને  કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં અને ભા. જ. પ.ના સાંસદ અને કહેવાતા રાજકીય આગેવાનોને ખરેખર ખબર હોવા છતાં સર શ્રી દામાજીરાવ ગાયકવાડ સરકારે ૧૮૮૯ ની સાલમાં દામનગરમાં શહેરની મધ્યમા વહીવટદાર કચેરીઓનું નિર્માણ કરેલ,અને વર્ષો સુધી અલગ - અલગ ત્રણ ઈમારતોમાં પોલીસ સ્ટેશન,નાયબ મામલતદાર કચેરી,અને ગ્રામ કચેરીમાં લોકોના કામો કરતા,સમય જતાં આ ત્રણેય કચેરીઓ અન્ય સ્થળોએ નવી બનાવી કાર્યરત કરાઈ છે. જર્જરીત અને ભેંકાર ભાસતી આ ઈમારતો ના.કા. ઈ. શ્રી માં. મ.પે. વિ.નંબર.૨ અમરેલી હસ્તક છે તેને પણ સાત વરસ થી પણ વધુ સમય થયો છે.માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓની ગંભીર બેદરકારી અને અણ આવડત તેમજ ભા. જ. પ.ના સત્તાધીશો અને અમરેલી જીલ્લા પંચાયતમાં પણ ભા. જ. પ.ના લોકો સત્તામાં છે.છતાં પણ દામનગરમાં આવેલ આ ઐતિહાસિક ઈમારતો ની જાળવણી કરી શકતા ન હોય આ ઈમારતોમાં થી કિંમતી વસ્તુઓ ગાયબ થઈ રહી છે.અને રેઢું પડ બની ગઈ છે...!!! હવે જોઈએ અધિકારીઓ અને પદાધિકારીઓ કેટલા સમયમાં આ ખંઢેર બનેલી ઈમારતોના યોગ્ય નિકાલ અને જનતાના હિત માટે શું નિર્ણય લે છે,તે આવનાર સમયમાં આ વિસ્તારના ચૂંટાયેલા ભા. જ. પ.ના ધારાસભ્ય સરકારી તંત્રને શું અને કેવી સૂચના આપશે તે ખબર પડશે...!!(

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.