રાજકોટમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના નવા 19 કેસ દાખલ, હોસ્પિટલ ખુલતા દર્દીઓની ભીડ જામી - At This Time

રાજકોટમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના નવા 19 કેસ દાખલ, હોસ્પિટલ ખુલતા દર્દીઓની ભીડ જામી


રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર અને તે બાદ નૂતન વર્ષમાં પણ મચ્છરોનો કહેર યથાવત રહ્યો છે. દિવાળી બાદના નૂતન વર્ષના પ્રથમ અઠવાડિયામાં ખતરનાક તાવ ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે. તો તે અગાઉના સપ્તાહમાં પણ 12 દર્દી નોંધાયા હોય, પખવાડીયામાં છેલ્લા મહિનાઓના સૌથી વધુ 31 કેસની સત્તાવાર નોંધ મનપાના આરોગ્ય તંત્રમાં થઇ છે.મ્યુનિ. કોર્પોરેશન સહિતની સરકારી કચેરીની આરોગ્ય શાખાઓ માત્ર માન્ય એલીઝા ટેસ્ટ પોઝીટીવ આવે ત્યારે જ ડેન્ગ્યુ પોઝીટીવ ગણે છે. આ રીપોર્ટનો આંકડો પણ વધતા ડેન્ગ્યુ તાવે રાજકોટમાં ભય ફેલાવ્યાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. કારણ કે રજાઓ બાદ દવાખાનાઓ ખુલતા દર્દીઓની ભીડ જમા થવા લાગી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.