મોડા આવનાર 4 અધ્યાપક , 2 કર્મીને CL મૂકાવી કામ કરાવ્યું. - At This Time

મોડા આવનાર 4 અધ્યાપક , 2 કર્મીને CL મૂકાવી કામ કરાવ્યું.


એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું . જેના પગલે કોમર્સના 4 અધ્યાપકો તથા બે નોન - ટીચીંગ સ્ટાફ સમય કરતાં મોડા આવતા સીએલ મૂકવાની લેકચર લેવડાવ્યા હતા . જોકે સાથે લેટ લતીફ કર્મચારીઓને સમયસર કામ પર આવવા માટે મોટીવેટ પણ કરવામાં આવ્યા હતા યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કર્મચારીઓને સમયસર હાજર રહે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે . 90 ટકા કર્મચારીઓ સમયસર ફરજ પર હાજર થઇ રહ્યા છે પણ હજુ પણ ઘણાં અધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ લેટ આવતા હોવાનું જણાઇ રહ્યું છે . કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા આજે વિવિધ જગ્યાએ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું . જેના ભાગ રૂપે ગર્લ્સ કોલેજ ખાતે બે અધ્યાપકો તથા યુનિટ બિલ્ડિંગ ખાતે બે અધ્યાપકો મોડા આવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું .તમામ અધ્યાપકો ને સીએલ મૂકવા જણાવવામાં આવ્યું હતું અને ત્યાર પછી તેમને લેકચર પણ લેવડાવ્યા હતા . તેવીજ રીતે પીજી બિલ્ડિંગ ખાતે એક પટાવાળો અને બીજો એક કર્મચારી મોડા પડયા હતા જેના પગલે તેમની પાસે પણ સીએલ મૂકાવવામાં આવી હતી . આ કર્મચારીઓને પણ સીએલ મૂકાવીને કામ કરાવવામાં આવ્યું હતું . તમામ કર્મચારીઓને દાખલો બેસાડવા માટે પગલા ભરવામાં આવ્યા હતા . જેના કારણે અન્ય કર્મચારીઓ પણ સમયસર ફરજ પર હાજર રહે અને ગુલ્લા બાજીના કરે . ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ થઇ શકે છેલ્લા 25 દિવસથી યુનિવર્સિટી સત્તાધિશો તરફથી યુનિવર્સિટીમાં કામ કરતા અધ્યાપકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ સમયસર કામ કર આવે અને નોકરીના પુરા 8 કલાક પોતાની ફરજ બજાવે તે માટેના પ્રયાસ કરી રહ્યા છે . જેને લઇને હવે ધીમેધીમે સરપ્રાઇઝ ચેકિંગ ફેકલ્ટી સ્તરે શરૂ કરવામાં આવ્યું છે . જેથી યુનિવર્સિટી તરફથી કોઇપણ સમયે કોઇપણ ફેકલ્ટીમાં હવે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો નવાઇ નહીં .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon