પીએમશ્રી એમ.એસ.બી શાળા નં.24 બોટાદ ખાતે શાળાકક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024-25 કાર્યક્રમ યોજાયો - At This Time

પીએમશ્રી એમ.એસ.બી શાળા નં.24 બોટાદ ખાતે શાળાકક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024-25 કાર્યક્રમ યોજાયો


(ચેતન ચૌહાણ)
બાળકોમાં શિક્ષણ સાથે અવલોકન અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુ પીએમ એમ એસ બી શાળા નં 24 બોટાદ ખાતે નગર પ્રા.શિક્ષણ સમિતિ ચેરમેન પ્રતિકભાઇ વડોડરિયા સાહેબના અધ્યક્ષ સ્થાને શાળા કક્ષાએ વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવેલ શાળાના આચાર્યે બહેન ભૂમીબેન પટેલના શાબ્દિક સ્વાગત દ્વારા પ્રારંભ થયેલ વિજ્ઞાન મેળામાં. શાળાના તમામ ગણિત વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ 3 થી 8 નાં બાળકો દ્વારા 200 થી વધુ વિવિધ વર્કિંગ મોડેલ કૃતિઓ રજૂ કરવામાં આવી.ક્લસ્ટર સીઆરસી ગોપાલભાઇ વાઘેલા,સીઆરસી રાકેશભાઇ ચાવડા,નગર શિક્ષક મંડળી પ્રમુખ હરેશભાઈ ભોજક અને મંત્રી આશિષભાઈ ચંદ્રાણી, એસએમસી કમિટી તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને આમંત્રિત મહેમાનોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ શાળા પરિવારના સૌ શિક્ષક ભાઈઓ તથા બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.