ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું એલાન; નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખી શકાશે હોટલો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ejslaht5qaxtmjqd/" left="-10"]

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું એલાન; નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખી શકાશે હોટલો


આગામી તારીખ 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા નવ દિવસ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારબાદ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીજી મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન રાત્રે 12:00 વાગ્યા બાદ પણ હોટલ ખુલ્લી રાખી શકાશે, એટલે કે ખેલૈયાઓ હવે ગરબાની મોજ માણી ખાણીપીણીનો આનંદ પોલીસની રોકટોક વગર લઈ શકશે
નવરાત્રીને લઈ ગૃહરાજ્યમંત્રીએ માહિતી આપી હતી કે નવરાત્રીમાં નવ દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે, હોસ્પિટલ કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર કરાયો છે તે પણ સરકારે જણાવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]