ઇડર પોલીસ સ્ટેશનના છેતરપીંડીંના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી., - At This Time

ઇડર પોલીસ સ્ટેશનના છેતરપીંડીંના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.,


લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે સાબરકાંઠા જીલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ થાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે પો.ઇન્સ.શ્રી.એ.જી.રાઠોડ,એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ હિંમતનગર એ ડીવિજન પો.સ્ટે.વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ બ.નં- ૪૮૧ તથા આ.પો.કોન્સ. ભાવેશકુમાર પશાભાઈ બ.નં- ૯ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકિક્ત અન્વયે ઇડર પોલીસ સ્ટેશન પાર્ટે એ.ગુ.ર.નં-૧૧૨૦૯૦૨૦૨૩૦૬૮૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૪૦૬, ૪૨૦ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ચિરાગ ઉર્ફે સકલો બચુભાઈ સડાત ઉ.વ.-૨૨ રહે. ઉબસલ તા.ભિલોડા જી.અરવલ્લી હિંમતનગર મોતીપુરા પીક અપ સ્ટેન્ડ ખાતેથી મળી આવતાં સદરી આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર એ ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

(૧) અ.હે.કોન્સ. રમણભાઈ સુકાજી

(૨) અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ

(૩) આ.હે.કોન્સ. કિરીટસિંહ રજનીકાન્તસિંહ

(૪) આ.પો.કોન્સ.ભાવેશકુમાર પશાભાઇ

(૫) અ.પો.કોન્સ.પંકજકુમાર કાંતીલાલ

(૬) ડ્રા.પો.કોન્સ. સુનિલકુમાર જયંતિલાલ

રિપોર્ટર હસન અલી
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.