લીલીયા મોટા પી.એમ શ્રી કન્યા શાળા ખાતે ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
લીલીયા મોટા પી.એમ શ્રી કન્યાશાળા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયા ના અધ્યક્ષ સ્થાને ધોરણ સાત ની વિદ્યાર્થીની બાળા ઓને સતત ત્રીજા વર્ષે ટેબલેટ વિતરણ કરવામાં આવેલ પી.એમ શ્રી શાળાઓની વિદ્યાર્થીનીઓને એ.આઈ.એફ દ્વારા આશરે કિંમત રૂપિયા ૧૫ લાખના ખર્ચે ટેબલેટ નંગ 60 વિતરણ કરવામાં આવેલ આ તકે આવેલ મહેમાનો દ્વારા વિદ્યાર્થીનીઓને ઉજવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવેલ આ તકે એ.આઈ.એફ શાળા ના જિલ્લા પ્રોજેક્ટર મેનેજર શ્રી હાર્દિકભાઈ સોનછાત્રા, પ્રોજેક્ટ ડાયરેક્ટર શંકર શર્મા ડે.D.P.E.O જી.એમ.સોલંકી,B.R.C કો.ઓ.અભિષેક ભાઈ ઠાકર, આચાર્ય અલકાબેન દવે, કાનજીભાઈ નાકરાણી, ભનુભાઈ ડાભી,ઘનશ્યામભાઈ મેઘાણી,હિતેશ પરમાર, ડાયાભાઈ માલવિયા સહિતના શિક્ષક ગણ,વાલીગણ તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાબેન જોશી તેમજ રાજુભાઈ પાનસુરીયા દ્વારા કરવામાં આવેલ તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
