ચોરવાડ ખાતે સોમનાથના ધારાસભ્ય તેમજ ચોરવાડ નગરપાલિકા પૂર્વ પ્રમુખ દ્વારા વિના મૂલ્યે કેમ્પ તેમજ વિના મૂલ્યે સરકારી વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે કાર્યાલય ખુલ્લું મુકયુ
ચોરવાડ નગરપાલિકાની મુદત પૂર્ણ થતાં સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન ચુડાસમા દ્વારા ચોરવાડ તેમજ આજુ બાજુ વિસ્તારના લોકો માટે સારી સુવિધા મળે તે માટે એક અનોખી સેવા શરૂ કરી
સોમનાથના ધારાસભ્ય અને ગરીબોના બેલી વિમલભાઈ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન ચુડાસમા દ્વારા ચોરવાડની જાહેર જનતાને સરકારી વિવિધ યોજનાઓનો પણ સંપૂર્ણ ફી ધોરણે લાભ આપવામા તે માટે એક કાર્યાલય નું ઓપનિંગ કરી કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા દ્વારા દર મહિનાની 12 તારીખે ચોરવાડ ખાતે આવેલ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના જૂના નિવાસ સ્થાન સામે સંપૂર્ણ ફી ધોરણે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરી લોકોને લાભ મળે તે મટે કેમ્પનું રીબીન કાપી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં રણછોડદાસ બાપુ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નિદાન સાથે ઓપરેશન અને દવા પણ સંપૂર્ણ ફી ધોરણે આપવામાં આવશે અને
ચોરવાડ શહેર સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોના તમામ લોકોને વિના મૂલ્યે સંપૂર્ણ લાભ આપવામાં આવશે
ચોરવાડ નગરપાલિકાનું શાસન પૂર્ણ થતાં જ લોકોને સરકારી તમામ સુવિધાઓનો લાભ સહેલાઈથી મળી રહે તેવા હેતુથી વહીવટદાર શાસન દરમ્યાન પણ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા કાર્યાલય ખાતે સેવા એ જ સંકલ્પ થી સરકારી વિવિધ ૧૪ યોજનાઓનો સંપૂર્ણ ફી ધોરણે લાભ આપવામાં આવનાર છે. જેમાં મામલતદાર કચેરીનો આવકનો દાખલો, આયુષ્માન કાર્ડ, દિવ્યંગ પેન્શન યોજના, વિધવા પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગો માટે બસ પાસ યોજના, કુંવરબાઈનું મામેરું, દિવ્યંગ લગ્ન સહાય યોજના, ઈ-શ્રમ કાર્ડ, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન) તેમજ રાશન કાર્ડમાં નામ ઉમેરો/નામ કમી/નામસુધારો તથા એન.એફ.એસ.એ. સહિત વિવિધ યોજનાઓનો લોકોને સંપૂર્ણ ફી ધોરણે લાભ આપવામાં આવનાર હોવાનું સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની એક યાદીમાં જણાવેલ છે.
આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ચોરવાડ શહેર તેમજ આજુબાજુ વિસ્તારના લોકો તેમજ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ સભ્યો તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન ચુડાસમાના કાર્યોકરો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.