રાજકોટ વિધાનસભાની ચૂંટણી સંબંધિત રીટર્નીંગ ઓફિસર અને આસી.રીટર્નીંગ ઓફિસરોની તાલીમનો શુભારંભ કરાયો.
રાજકોટ શહેર તા.૨૩/૮/૨૦૨૨ ના રોજ AVPTI કોલેજ, રાજકોટ ખાતે આગામી વિધાનસભા ચૂંટણીના સુચારૂ વ્યવસ્થાપન અર્થે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના રીટર્નીંગ ઓફિસર અને આસી.રીટર્નીંગ ઓફિસરો માટે ૨૩ થી ૨૬ ઓગસ્ટ સુધી ચાલનાર ૪ દિવસના સર્ટીફીકેટ ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યકમમાં જીલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ એક્સપર્ટસ તેમજ અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ ઓફિસરોને ઈલેકશન મેન્યુઅલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા સલાહ આપી હતી. આ કાર્યક્રમનો શુભારંભ કરાવવા બિહારના ડેપ્યુટી ચીફ ઈલેક્ટોરલ ઓફિસર અને ટ્રેનિંગ એક્સપર્ટશ્રી અશોક પ્રિયદર્શની, નાસિકના એડી.કલેક્ટરશ્રી અને ટ્રેનિંગ એક્સપર્ટશ્રી અરૂણ આનંદકર, અને ટ્રેનિંગ એક્સપર્ટશ્રી આર.કે.કર્મશીલ, એડી.ડી.ઈ.ઓ. રાજકોટ શ્રી એસ.જે.ખાચર તેમજ AVPTI કોલેજના પ્રિન્સીપાલ ડો.એ.એસ.પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જીલ્લાના આશરે ૪૦ જેટલા RO તેમજ ૫૭ જેટલા ARO ઉપસ્થિત રહ્યા હતા. આજે ક્વોલિફિકેશન એન્ડ ડીસક્વોલિફિકેશન વિષય પર અરૂણ આનંદકર દ્વારા રીટર્નીંગ ઓફીસરોના પ્રથમ સેશન તેમજ નોમીનેશન પર શ્રી અશોક પ્રિયદર્શની દ્વારા આસી. રીટર્નીંગ ઓફીસરોના પ્રથમ સેશન દ્વારા ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેનીંગ પ્રોગ્રામ હેઠળ નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સના એક્સપર્ટસ દ્વારા જુદા-જુદા ૧૮ સેશનોમાં ચુંટણીની નોમીનેશનથી રિઝલ્ટ સુધીની તમામ પ્રક્રિયાઓની અને ધ્યાનમાં રાખવાની બાબતોની ઉંડાણપૂર્વકની જાણકારી અને ટ્રેનિંગ આપવામાં આવનાર છે.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.