દામનગર હર ઘર તિરંગા ની મહત્વ ની બેઠક માં પાલિકા ના ચૂંટાયેલ ૨૨ માંથી માત્ર ૬ ની હાજરી અસંતોષ કે નારાજગી ? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eio2pnyxe9zewmwt/" left="-10"]

દામનગર હર ઘર તિરંગા ની મહત્વ ની બેઠક માં પાલિકા ના ચૂંટાયેલ ૨૨ માંથી માત્ર ૬ ની હાજરી અસંતોષ કે નારાજગી ?


દામનગર હર ઘર તિરંગા  દામનગર શહેર  ભાજપ મહત્વ ની બેઠક માં પાલિકા ના ચૂંટાયેલ ૨૨ સભ્ય માંથી માત્ર છ હાજર અસંતોષ કે નારાજગી ?

શુક્રવાર સાંજે ૭૫ માં આઝાદીના અમૃત મહોત્સવ પર હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા દામનગર  શહેર ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન ગાયત્રી મંદિર સંસ્કૃતિ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. 

આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ સાનેપરા, મંત્રી જયેશભાઈ ટાંક જનકભાઈ તળાવીયા સહિત ના અગ્રણી ની ઉપસ્થિતિ માં ભોજન વ્યવસ્થા  સાથે યોજાયેલ મહત્વ ની બેઠક જિલ્લા ના અગ્રણી ઓ હાજરી આપવા ના હોવા છતાં ચૂંટાયેલ સભ્યો ના ત્રીજા ભાગ સંખ્યા રહી હતી  જિલ્લા માંથી પધારેલ અગ્રણી ઓ શ્રોભ માં મુકાયા જે પાર્ટી પદ પ્રતિષ્ઠા મળી તેમ છતા ચૂંટાયેલ સભ્ય ૨૨ માંથી માત્ર ૬ સભ્યો હજાર મોટાભાગ ના ગેર હાજર રહેતા અસંતોષ કે નરાજગી કે વિકાસ ને વરેલી ભાજપ શાશીત પાલિકા ની અણઆવડત કે પ્રજા ની સમસ્યા ઉકેલવા માં ઉણા ઉતર્યા  જે હોય તે પણ હર ઘેર ત્રિરંગા ની મહત્વ ની બેઠક માં ગેરહાજરી ની નોંધ લેવાય 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]