જાફરાબાદમાં લાગી આગ વિસ્તારમાં આગ લાગતા ત્રણ જૂપડા બળીને કાપતી
યોગેશ કાનાબાર રાજુલા
જાફરાબાદમાં લાગી આગ
વિસ્તારમાં આગ લાગતા ત્રણ જૂપડા બળીને કાપતી
ડિઝલ ભરેલા કેરબાના કારણે આગે વિકરાળરૂપ ધારણ કર્યુ
ધારાસભ્ય સહિતના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા
જાફરાબાદમા પીપળીકાંઠા વિસ્તારમા મોડી સાંજે ઝુંપડામા આગ ભભુકી ઉઠી હતી. અહી મચ્છી સુકવણીના વાડામા આવેલ ઝુંપડામા શોકસર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. થોડીવારમા જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. ધુમાડાના ગોટેગોટા દુર સુધી દેખાવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા આસપાસની અલ્ટ્રાટેક, સિન્ટેક્ષ વિગેરે ખાનગી કંપનીમાથી ફાયર ફાઇટરો અહી દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવ્યો હતો.
ઝૂંપડા નજીક બે ચાર ડિઝલ ભરેલા કેરબા પણ ભરેલા પડયા હોય જેના કારણે આગ વધુ પ્રસરી હતી. આગમા એક ગેસ સિલીન્ડર પણ બ્લાસ્ટ થયો હતો. આગમા બે ઝુંપડા બળીને ખાક થઇ ગયા હતા. અહી ખારવા સમાજના આગેવાન ભગુભાઇ સોલંકી, ધારાસભ્ય હિરાભાઇ સોલંકી પણ દોડી આવ્યા હતા.ભગુભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે જાફરાબાદ પાલિકા પાસે ફાયર ફાઇટર નથી જેના કારણે આગના બનાવ વખતે મુશ્કેલી પડી રહી છે ત્યારે અહી સરકાર દ્વારા ફાયર ફાઇટર ફાળવવામા આવે તેવી માંગ કરાઇ છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.