જસદણના જંગવડ ગામનો હેતાંશ દવેએ તાલુકા કક્ષાએ મેદાન મારતાં અભિનંદનની વર્ષા
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ધો.૫ માં અભ્યાસ કરતો વિધાર્થી હેતાંશ રશમિકાંતભાઈ દવે નામનો વિધાર્થી ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ થી મેદાન મારી જીલ્લા કક્ષાએ પહોંચતા આ તેજસ્વી વિદ્યાર્થીને ચોમેરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. ખેલ મહાકુંભ અન્ડર ૧૧ અંતર્ગત જસદણમાં એક તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાય હતી. જેમાં હેતાંશ અવ્વલ નંબર પર આવ્યો હતો આ અંગે જંગવડ ગામની શાળાના આચાર્યો, શિક્ષકો અને આગેવાનોએ પીઠ થબથબાવી શાબાશી સાથે અભિનંદન આપ્યાં હતાં. હેતાંશની હવે જીલ્લા કક્ષાએ ખાસ પસંદગી થઈ છે અત્રે નોંધનીય છે કે જંગવડની સરકારી કુમાર પ્રાથમિક શાળામાં બાળકોને ભણતર સાથે અનન્ય જ્ઞાન મ્હોરી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.