શ્રી સુભાષચંદ્ર બોઝ શાળા નંબર ૧૩ બોટાદનાં વિદ્યાર્થીને સુભાષ ગૌરવ પુરસ્કાર-૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો - At This Time

શ્રી સુભાષચંદ્ર બોઝ શાળા નંબર ૧૩ બોટાદનાં વિદ્યાર્થીને સુભાષ ગૌરવ પુરસ્કાર-૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો


(કનુભાઈ ખાચર દ્વારા )
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત શ્રી સુભાષચંદ્ર બોઝ શાળા નંબર ૧૩ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાણીતા લેખક,કવિ અને બાળસાહિત્યકાર શ્રી રત્નાકર નાંગરસાહેબ દ્વારા શાળામાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીઓને સુભાષ ગૌરવ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪નો 'સુભાષ ગૌરવ પુરસ્કાર' હર્ષલ ભાવેશભાઈ પરમારને એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર આજરોજ શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવ-૨૦૨૪નાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યો હતો.સિદ્ધિ હાંસલ કરવા બદલ હર્ષલને શાળા પરિવાર અને સામાજિક આગેવાનો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.