રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોને હોસ્પિટલ ખાતે રીફર કરાઈ.
રાજકોટ શહેર તા.૨૪/૭/૨૦૨૪ ના રોજ હવામાન વિભાગ દ્વારા રાજકોટ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગ્વાહાણે દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા આરોગ્ય વિભાગને સુસજ્જ રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે.સિંઘે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તા.૨૩ જુલાઈ થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં જે કૂલ ૧૬૩ સગર્ભા બહેનોને સંભવિત પ્રસૂતિ થનાર છે, તેની યાદી તૈયાર કરી દરેક સગર્ભા બહેન સાથે એક-એક આરોગ્ય કર્મચારીને જવાબદારી સોંપીને બર્થ માઈક્રોપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના તમામ ડેમોના હેઠવાસના ગામોમાં સંભવિત પુરગ્રસ્ત પરિસ્થિતિ દરમ્યાન જો વાહન વ્યવહાર બંધ રહે અથવા ગામો વિખૂટા પડે તેવી પરિસ્થિતિ ઉદભવે તે પહેલા કૂલ ૭૪ સગર્ભા બહેનોને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ૧૦૮ એમ્યુલન્સ મારફત શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં બાકી સગર્ભાઓનું આરોગ્યની ટીમ દ્વારા ટ્રેકિંગ ચાલુ રાખવામા આવેલ છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં આરોગ્યના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ આ કામગીરીને ગ્રામજનો તરફથી ખૂબ સરસ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.