વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી - At This Time

વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી


વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી

આગામી લોકસભા ચુંટણીની તૈયારી અન્વયે પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ લીસ્ટેડ બુટલેગરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ દ્વારા લોકસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ બુટલેગરો વિરૂધ્ધ પાસા ની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ખરાડીનાઓએ વિદેશીદારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ અકિલભાઇ ઉર્ફે બકરી ઇબ્રાહીમભાઇ પાધરશી જાતે-મુસ્લીમ ઘાંચી રહે. બોટાદ, ખોજાવાડી, તા.જી.બોટાદ વિરૂધ્ધ દરખાસ્ત તૈયાર કરી મોકલી આપેલ જે દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.જીન્સી રોય સાહેબ નાઓએ મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઇન્સપેકટર એસ.બી.સોલંકી તથા એલ.સી.બી સ્ટાફે મજકુર આરોપીને તેના ઘરેથી ઘરપકડ કરી પાસા વોરંટની બજવણી કરી આરોપી અકિલભાઇ ઉર્ફે બકરી ઇબ્રાહીમભાઇ પાધરશી જાતે-મુસ્લીમ ઘાંચી રહે. બોટાદ, ખોજાવાડી,તા.જી.બોટાદ વાળાને લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.