મહુવા : પારેખ કોલેજ ના NSS યુનિટ દ્વારા વાર્ષિક શિબિરનું આયોજન કુંભણ ખાતે કરાયું - At This Time

મહુવા : પારેખ કોલેજ ના NSS યુનિટ દ્વારા વાર્ષિક શિબિરનું આયોજન કુંભણ ખાતે કરાયું


મહુવા : પારેખ કોલેજ ના NSS યુનિટ દ્વારા વાર્ષિક શિબિરનું આયોજન કુંભણ ખાતે કરાયું

મહુવાની પારેખ કૉલેજ મહુવા ના NSS યુનિટ દ્વારા કુંભણ મુકામે ખાસ વાર્ષિક શિબિરનું આયોજન કરાયું કોલેજ મહુવાની બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કે. બી. પારેખ કૉલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ, શ્રી એચ. કે. પારેખ કોલૅજ ઓફ મેનેજમેન્ટ, પારેખ કોમર્સ કોલૅજ(એસ.એફ)-મહુવાના NSS યુનિટ દ્વારા કુંભણ મુકામે ખાસ વાર્ષિક શિબિરનું આયોજન સાથે પ્રેરણા પ્રવાસનું આયોજન મોટા ખુંટવડા નજીક માવાડુંગર ખાતે કરવામાં આવ્યું

તા.20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન કુંભણ મુકામે અલગ અલગ થીમ અંતર્ગત કાર્યક્રમનું ઉદ્ઘાટન 20 જાન્યુઆરીએ રાખવામાં આવેલ હતું. જેમાં બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પંકજભાઈ રૂપારેલ, CDS Head ડો.ઉમેશભાઈ જોશી કોલેજના પ્રિન્સિપાલો તેમજ સ્ટાફે હાજરી આપેલ હતી.

આ ઉપરાંત પ્રેરણા પ્રવાસનું આયોજન મોટાખુટવડા નજીક માવાડુંગર ખાતે રાખવામાં આવ્યું હતુ. જ્યાં સ્વયંસેવકોએ અદભુત પ્રકૃતિનો આનંદ લીધેલ હતો. આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવકોએ તમામ જહેમત ઉઠાવેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image