ભાવનગર એસઓજી પોલીસ દ્વારા ગાંજાના છોડનું ખેતર ઝડપી પાડ્યું છે
ગાંજાના છોડનુ ખેતરમાં વાવેતર કરનાર એક ઇસમને ૧૦.૬૨૯ કિ.ગ્રા લીલા
ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર S.O.G
ગુજરાત સરકારશ્રી દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર નાઓએ ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે "NO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. વધુમાં માનનીય ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબેને ધ્યાને આવેલ કે, ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનુ વેચાણ કરી લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપોયોગ ગુનેગારો ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલ હોય જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી બનતી પ્રવ્રુતિ અટકાવવા માટે નશાકારક પદાર્થનુ બિન અધિકૃત વેચાણ/વાવેતર કરનારને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા મહે.પોલીસ અધિક્ષક સા.શ્રી નાઓએ સુચના આપેલ હોય.
જે અન્વયે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. કિશોરસિંહ ડોડીયાને ચોક્કસ બાતમીના આધારે જીતુભાઇ ભગુભાઇ કામળીયા ઉ.વ.૨૯, ધંધો- ખેતી રહે.સાલોલીની ગામની સીમમાં, તા.મહુવા, જી.ભાવનગર વાળાએ પોતાની વાડીમાં લીલા ગાંજાના છોડ નંગ-૧૧ જેનુ વજન-૧૦ કિલો ૬૨૯ ગ્રામ કિ.રૂ. ૫૩,૧૬૦/- ના મુદ્દામાલ સાથે મજકુર ઇસમને પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના હેડ કોન્સ. જયરાજસિંહ વજુભા જાડેજા દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આરોપી- જીતુભાઇ ભગુભાઇ કામળીયા ઉ.વ. ૨૯, રહે. સાલોલીની ગામની સીમમાં, તા. મહુવા જી.ભાવનગર
આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ- બગદાણા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૭૨૪૦૧૯૪/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯
રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.