હર ઘર તિરંગા: શ્રી મોટા કેન્દ્રવર્તી શાળા ના બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ
મોટા ખુંટવડા, તા. 04 ઓગષ્ટ 2022, ગુરુવાર
ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે એટલે કેન્દ્ર સરકાર 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ અને 'હર ઘર તિરંગા' અભિયાન માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ અંતર્ગત 4 ઓગષ્ટ એટલે કે આજે શ્રી મોટા ખુંટવડા કેન્દ્રવર્તી શાળાના બાળકોએ મોટા ખુંટવડા ગામમાં તિરંગા યાત્રા કાઢી હતી. આ યાત્રાને મોટા ખુંટવડા કેન્દ્રવર્તી શાળામાંથી તિરંગા રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રાનું આયોજન મોટા ખુંટવડ કેન્દ્રવર્તીશાળાથી લઈને બસ સ્ટેશન, વળીયા ભુવન ચોક, પંચાયત ચોક મેઈન બજાર,રામજી મંદિર, અંબાજી ચોક બોરડી રોડ થઈ અને ગોરસ રોડે આવી અને મોટા ખુંટવડા કેન્દ્રવર્તી શાળામાં આ યાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ તેમજ શાળાના બાળકો સહિતનાઓ જોડાયા હતાં
રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.