તલોદ હિંમતનગર રોડ પર આવેલા છત્રીસા પાસે અકસ્માતમાં એક વ્યક્તિ નું મૃત્યુ - At This Time

તલોદ હિંમતનગર રોડ પર આવેલા છત્રીસા પાસે અકસ્માતમાં એક વ્યક્તિ નું મૃત્યુ


તલોદ હિંમતનગર રોડ પર આવેલા છત્રીસા પાસે અકસ્માતમાં એક વ્યક્તિ નું મૃત્યુ

(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)

તલોદ હિઁમતનગર રોડ પર આવેલ છત્રિસા પાસે એક અજાણ્યા વાહન ચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારતાં થયેલ માર્ગ અકસ્માતમાં હિઁમતનગર ના એક સીનીયર સીટીઝન નુ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હોવાની વિગતો જાણવા મળી છે આ અકસ્માત કરનાર ફોર વ્હીલર ચાલક અકસ્માત નો ભોગ બનનાર સીનીયર સીટીઝન નુ એક્ટિવા પણ ઉઠાવી ગયા હોવાની વિગતો બહાર આવી છે.
આ અંગે મળતી વિગતો હિઁમતનગર ના રહીશ રમેશ ભાઈ જેઠાભાઇ સુથાર એલ આઈ સી નું કામ કાજ કરતા હતા દરમિયાન એલ આઈ સી ના કામ અર્થે સવારે દસ વાગ્યાં ના સુમારે હિંમતનગર થી તલોદ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન છત્રીસા પાસે એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે રમેશભાઈ ને ટક્કર મારતાં સ્થળ પર જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માત ની જાણ થતાં જ આસપાસ ના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પણ રમેશ ભાઈ નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ફોર વ્હીલર વાહન ચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો નવાઈની વાત તો એ છે કે અકસ્માત મા મૃત્યુ પામેલા રમેશ ભાઈ સુથાર નુ એક્ટિવા પણ અકસ્માત કરનાર ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું છે આ અંગે બનાવની જાણ તલોદ પોલીસ ને થતાં પોલીસે મૃતદેહ નો કબજો લઈ પોસ્ટ મોર્ટમ કરી મૃતદેહ ને વાલી વારસ ને સુપ્રત કર્યો હતો
અન્ય એક બનાવમાં તલોદ તાલુકાના જવાનપુરા ગામના કિશન સિંહ જાલમ સિંહ સોલંકી અને અમિત્ સિંહ બળવંત સિહ સોલંકી ગત રાત્રિ દરમિયાન એક ધાર્મિક પ્રસંગ મા તાજપુર કેમ્પ ગયાં હતાં અને તે કાર્યક્રમ પતાવી પરોઢિયે ચાર વાગે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તાજપુર કેમ્પ પાસે ઊભેલી ટ્રક ના પાછળ ઘૂસી ગયા હતા જેમાં કિશન સિંહ જાલમ સિંહ સોલંકી નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અમીત સિંહ ગંભીર રીતે ઘવાયેલ હતો જેને વઘુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે આ અંગે પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરી વધૂ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image