દીપડાને કારણે ગુંદરણા ગામમાં ભયનો માહોલ
(રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા)
દીપડાને કારણે ગુંદરણા ગામમાં ભયનો માહોલ
દિપડાએ ભય ફેલાવ્યો: ગુંદરણા ગામે સતત બીજા દિવસે દિપડાએ ભય ફેલાવ્યો
મહુવા તાલુકાના ગુંદરણા ગામે બીજા દિવસેની રાત્રે પહેલા મારણથી 300 મીટર દૂર જ એક વાછરડો અને ત્રણ કુતરાનું દીપડાએ મારણ કરતા ગામલોકો ભય અનુભવી રહયાં છે.
ગુંદરણા ગામે બગદાણા રોડ ઉપર આવેલ ગુંદરણાના ગેટ પાસે આવેલ ખેડૂત લખમણભાઇ હમીરભાઈ લુણીની વાડીમાં વાછરડો ચરવા માટે ગયો હતો અને ત્યાં દિપડો ભરખી ગયો અને વાછરડાનું મારણ કર્યુ હતુ જયારે ત્રણ કુતરા મારીને ત્યા જ મૂકીને જતો રહયો હતો. આ બનાવ એકદમ ગામ નજીક ની વાડીમાં થતાં જ ગામ લોકોમાં ફાફડાટ ફેલાયો છે.
દિપડો સાવ ગામ નજીક આવી જતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આથી દીપડાના કારણે કોઈપણ ખેડૂત રાત્રે ખેતરે જઈ શકતા નથી અને દિપડો બે દિવસથી એકપણ રાત ખાલી જવા દેતો નથી અને મારણ ઉપર મારણ કરે છે આથી ફોરેસ્ટ વિભાગ યોગ્ય લોકેશન શોધીને પિંજરૂ મૂકીને પાંજરે પૂરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.