સરદાર વલ્લભભાઈ પટેલ એજયુ અને ચેરી ટ્રસ્ટ બોટાદ સંચાલિત શ્રી વી એમ સાકરિયા મહિલા કૉલેજ,બોટાદમાં* વિશ્વ મહિલા દિવસ ઉજવણી તેમજ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી
(અજય ચૌહાણ)
અત્રેની કૉલેજમાં આજ રોજ તા. 08/03/2025 ના રોજ સવારે 9:00 કલાકે વિશ્વ મહિલા દિવસ ઉજવણી તેમજ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ ' 'યત્ર નાર્યસ્તુ પૂજ્યતે..' સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. શાબ્દિક સ્વાગત ડૉ.જગદીશ ખાંડરા દ્વારા કરવામાં આવેલ.ત્યારબાદ કૉલેજના આચાર્યા ડૉ. શારદાબેન પટેલનું મહિલા દિવસ નિમિત્તે પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર સ્ટાફ પરિવારના બહેનોનું પુષ્પ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આદરણીય આચાર્યા ડૉ. શારદાબેન પટેલ દ્વારા મહિલા દિવસ ઉજવણી નિમિત્તે નારીની મહત્તા અને મહિલાઓની અસીમ શક્તિઓ વિશે મનનીય વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો દોર આગળ ચાલ્યો હતો. જેમાં આર્ટ્સ અને કોમર્સ કૉલેજમાંથી બહોળી સંખ્યામાં બહેનોએ ભાગીદારી નોંધાવી હતી. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકેની સેવા ડૉ.પારુલબેન સતાશિયા અને ડૉ.વિપુલ કાળિયાણિયાએ આપી હતી. સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બન્ને કૉલેજના સમગ્ર સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થિનીઓની હાજરી થકી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. સમગ્ર ઉપક્રમના કૉ- ઓર્ડીનેટર ડૉ. જગદીશભાઈ ખાંડરા (આર્ટ્સ કૉલેજ)અને પ્રા. કીર્તિબેન કળથિયા( કોમર્સ કૉલેજ)હતા. જેમણે કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંકલન સંભાળ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિની બહેનોએ સુપેરે સંભાળ્યું હતું. આભારવિધિ પ્રા.કીર્તિબેન કળથિયાએ કરી હતી. બન્ને કાર્યક્રમ આર્ટ્સ કૉલેજના આચાર્યા ડૉ.શારદાબેન પટેલ તેમજ કોમર્સ કૉલેજના ઇન્ચાર્જ આચાર્ય જી.બી.રામાવતના માર્ગદર્શન હેઠળ યોજાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
