હળવદ નગરપાલિકા ચુંટણી : બહુજન સમાજ પાટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા - At This Time

હળવદ નગરપાલિકા ચુંટણી : બહુજન સમાજ પાટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા


સ્થાનિક સ્વરાજની ચૂટણી હળવદ નગરપાલિકા – 2025 પર્વે આજરોજ બહુજન સમાજ પાર્ટી (બ.સ.પા) ના શહેર પ્રમુખ એડવોકેટ પી. એચ. પરમાર તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ ચાવડાની હાજરીમાં બહુજન સમાજ પાર્ટીના (બ.સ.પા.) ઉમેદવારોએ હળવદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યા હતા

પ્રમુખ એડવોકેટ પી. એચ પરમાર દ્વારા લોકશાહીના પર્વને સહુ સાથે મળીને શાંતિ પૂર્ણ ઉજવીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, સાથે હળવદની જનતા શાંતિ સુરક્ષા અને વિકાસને ધ્યાનમાં રાખીને લાયક ઉમેદવારોને ચૂંટાવીને લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, અને હળવદને સહુ સાથે મળીને પ્રગતિના પંથ ઉપર આગળ લાવીશુ, સાથે બહુજન સમાજ પાર્ટી (બી.એસ.પી.) ઉમેદવારોને બહુમતીથી મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી.! તેમજ વ્યવસ્થાના ભાગરૂપે મુખ્ય ચૂંટણી અધિકારી મામલતદાર સુરક્ષાકર્મી અને સાથે રહેલ તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image