અમદાવાદ શહેર પોલીસ ઝોન ૬ દ્વારા એકતા ના એક રંગ માટે રક્તદાન કેમ્પ નું આયોજન
સમગ્ર દેશભરમાં આસ્થાના પ્રતિક રૂપે ગણેશજીનો તહેવાર ઉજવવામા આવે છે અમદાવાદ શહેરમાં પણ આસ્થાના પ્રતીક સમાન ગણપતિ મહોત્સવ ઉજવાતો હોય આ ગણપતિ મહોત્સવ તથા ઈદે મિલાદ નો તહેવાર પણ આવતો હોય અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા મા.ઇન્ચાર્જ સેક્ટર ૦૨ નીરજ બડગુજર દ્વારા હિન્દુ મુસ્લિમ લોકોમાં ધાર્મિક સદભાવના વધે, લોકો એકબીજાની નજીક આવે, ભાઈચારા ની ભાવના વધે તેમજ પોલીસ પ્રજાની મિત્ર છે તે ભાવના સાકાર થાય સાથે સાથે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા કાર્યક્રમ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવેલ,
અમદાવાદ શહેરના ઝોન ૬ ના મા.નાયબ પોલીસ કમિશનર રવિ મોહન સૈની તથા એ.સી.પી જે ડિવિઝન પ્રદીપસિંહ જાડેજા, એ.સી.પી કે ડિવિઝન યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન ૬ તરફથી રેડ ક્રોસ સોસાયટી ગણેશ પંડાલના આયોજકોના સહયોગથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજ રોજ તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪ ના બપોર ૨:૦૦ થી સાંજના ૮:૦૦ વાગ્યા સુધી મણિનગ રમુજી સ્મ્રુતિ હોલ, વલ્લભવાડી મંદિર પાછળ, જવાહર ચોક પાસે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું,
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં સામાજિક સૌહાર્દ જળવાય અને જુદા-જુદા ધર્મો વચ્ચે ભાઇચારો કેળવાય એ હેતુથી તમામ ધર્મના લોકોને જરૂરીયાત મંદ દર્દીઓ માટે બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવેલ હતું, આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિર, રામબાગ, કાંકરિયાના સ્વામિ બ્રહ્મચારી વાસુદેવાનંદજી, બેહુલા એલાયન્સ ચર્ચ, મણિનગરના સિનિયર પાસ્ટર રેવ સ્ટેન્લી હેનરી ક્રિશ્ચયન, મણિનગર ગુરુદ્વારાના સરદાર હરપ્રિતસિંહ, શાહ આલમ દરગાહ, ઇસનપુરના મૌલાના શેખ મહંમદ મુસ્તાક સુલેમાનભાઈ, સહિતના તમામ ધર્મના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા,
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, મણીનગર વિધાનસભા ના ધારાસભ્ય અમુલભાઇ ભટ્ટ, સ્પેશિયલ પોલીસ કમિશનર મા.અજય ચૌધરી, જોઇન્ટ સી.પી ક્રાઇમ મા.શરદ સિંગલ, જોઇન્ટ સી.પી, ટ્રાફિક મા.એન.એન. ચૌધરી, ઝોન ૬ ના મા.નાયબ પોલીસ કમિશનર રવિ મોહન સૈની તથા તમામ ઝોન શાખાના મા.નાયબ પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કોર્પરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ, અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેર પર્સન ડો. કલ્યાણીબેન ત્રિવેદી તથા એ.સી.પી જે ડિવિઝન પ્રદીપસિંહ જાડેજા, એ.સી.પી કે ડિવિઝન યુવરાજસિંહ ગોહિલ તમામ પોલીસ ઇન્સ્પેકટર, સહિતના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા,
આ મેગા બ્લડ કેમ્પ દરમિયાન ઝોન ૬ વિસ્તારના કુલ ૭ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણપતિ પંડાલ, ઇદે મિલાદ જુલુસના આયોજકો દ્વારા હિન્દુ મુસ્લિમ લોકો દ્વારા સ્વેચ્છાએ ઉત્સાહથી રક્તદાન કરતા અંદાજિત કુલ ૨૦૦ ( યુનિટ ) બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું, મા.પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેર પર્સન ડો. કલ્યાણીબેન ત્રિવેદી, સહિતના વક્તાઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી લોકોના રક્તદાન કરવાનાં ઉત્સાહની અને કોમી એકતાની ભાવનાની સરાહના કરવામાં આવી હતી, આ બ્લડનો ઉપયોગ રેડ ક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમીયા ના દર્દીઓ માટે વાપરવામાં આવતું હોય લોકોની સેવાની સરાહના પણ કરવામાં આવી હતી. લોકોએ પણ મનમૂકીને રક્તદાન કરેલ હતું, મા.પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા તમામ ધર્મના ધર્મગુરુઓનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તેમજ ૧૦ જેટલા રક્તદાન કરતાં યુવકોને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું કારણ કે લોહી નો રંગ અને એકતાનો રંગ એક છે,
મણિનગર ખાતે યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રેડ ક્રોસ સોસાયટી તથા અમદાવાદના નામાંકીત ડોકટર તથા સ્ટાફની સેવા પણ સરાહનીય હતી, બ્લડ ડોનેશનની તમામ વ્યવસ્થા આયોજન અને સંચાલન જે ડિવિઝન એ.સી.પી પ્રદીપસિંહ જાડેજા, મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ હતું,
મણિનગર ખાતે યોજાયેલ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સૌ ના સાથ અને સહકાર થી સફળ રહ્યો હતો.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.