જૂનાગઢનાં વડાલ ગામે જિલ્લા પુશપાલન વિભાગ દ્વારા પશુ નિદાનસારવાર અને ખસીકરણ કેમ્પ યોજાયો - At This Time

જૂનાગઢનાં વડાલ ગામે જિલ્લા પુશપાલન વિભાગ દ્વારા પશુ નિદાનસારવાર અને ખસીકરણ કેમ્પ યોજાયો


જૂનાગઢનાં વડાલ ગામે જિલ્લા પુશપાલન વિભાગ દ્વારા પશુ નિદાનસારવાર અને ખસીકરણ કેમ્પ યોજાયો
જિલ્લામાં ૮૯૨ આખલાઓનું ખસીકરણ – વડાલમાં એક જ દીવસમાં ૧૪૮ આખલાઓનું ખસીકરણ દ્વારા ગૈાશાળામાં કાયમી રખુલ્લામાં રખડતા આખલાઓની વ્યાધીમાંથી વડાલનાં કૃષિકારો અને ગ્રામજનોને રાહત
જૂનાગઢ તા.૧૫, ગુજરાત રાજ્ય પશુપાલન ખાતુ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા વડાલ ગામનાં પાદરમાં કાર્યરત શ્રી કામધેનું ગૈાશાળા પરિસરમાં પશુપાલન ચિકીત્સા શિબીર યોજાઈ હતી. પશુપાલકો અને ગ્રામજનોના હિતનું ધ્યાન રાખીને વડાલ અને આસપાસનાં ગામડાઓમાંથી લાવવામાં આવેલ૧૪૮ ઉપરાંત બાંગરા સાંઢ(આખલા)ઓનું ખસીકરણ કરવાનો કાર્યક્રમ પશુચિકીત્સકો અને ગ્રામજનો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. સરકાર અને ગૈાશાળાનાં સંચાલકો સાથે મળીને ખેડૂતોના હીતમાં ગામમાં ખુલ્લામાં રખડતા આખલાઓનાં ત્રાસ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે અને આખલાઓનું ખસીકરણ કરી તેને બળદનાં રૂપમાં કૃષી કાર્યમાં ઊપયોગમાં લઇ શકાય તે પ્રકારે સકારાત્મક કામ કરી રહી છે. ગુજરાતના ખેડૂત કે, પશુપાલકને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ દરકાર સરકાર કરી રહી છે. જિલ્લાની મોટા ભાગની વસ્તી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી છે. તો દરેક વ્યક્તિને સરકારી યોજનાઓની માહિતી મળી રહે તે માટે પશુપાલન વિભાગ દ્વારા જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવે છે.વડાલનાં ઉત્સાહિ ખેડુત હિતેષભાઇ હરીભાઇ દોમડીયાએ ખસીકરણ કેમપને આવકારતા જણાવ્યુ કે પ્રાકૃતિક ખેતીએ આજના સમયની માંગ હોય પ્રત્યેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઇએ. જૂનાગઢ જિલ્લામાં પ્રત્યેક ગામડાઓમાં રખડતા આખલા/ગૈાવંશ ઊભી ખેતીને નુકાશન પહોંચાડતા હોય જેની સામે અમારા વડાલ ગામમાં અમે બાંગરા સાંઢને ખસીકરણ કરીને તેને બળદમાં રુપાંતરીત કરી કૃષી કાર્યમાં સહભાગીબનાવી પ્રાકૃતિક કૃષિ તરફ એક કદમ વધાર્યુ છે. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન કચેરીનાં નાયબ પશુપાલન નિયામક ડો. વિરલ આહિરે જણાવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષમાં ૧૫૮ કેમ્પ દ્વારા ૧૦૭૦૯૫ પશુઓને નિદાન સારવાર આપવામાં આવેલ હતી. આ જ પ્રકારે આ વર્ષે પણ પશુઓની આરોગ્ય સુખાકારી માટે નિદાન સારવાર કેમ્પ દ્વારા પશુપાલકોનાં પશુઓનાં આરોગ્યની ખેવના કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર નાગરિકોની સતત ચિંતા કરે છે. રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે જે રીતે ખાસ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે., તે રીતે આ વર્ષે પ્રધારી મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં ધંધુસર ખાતેથીશરૂ થયેલ ખસીકરણ ઝુંબેશમાં અત્યાર સુધીમાં ૮૯૨ આખલાઓનું ખસીકરણ કરાયુ છે. આજે માત્રવડાલ એકજ ગામમાં ૧૪૮ ઊપરાંત બાંગરા સાંડને ખસીકરણ કરવામાં આવશે. આવા ખસીકરણ થયેલ આખલાઓને અહીંની કામધેનું ગૈાશાળામાં જતન કરવામાં આવનાર હોય તેમને ગૈામાતા પોષણ સહાય યોજનાનો લાભ પણ મળી શકશે સરકારે લોકો પર ખુલ્લામાં બેફીકરાઇથી વિહરતા આખલાઓથી થતા હુમલા/નુકશાનને રોકવા સમાધનરૂપે આખલાનું ખસીકરણ કરવાનો સરકારે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ગામનાં અગ્રણી રમેશભાઇવેલજીભાઇ કાછડીયા અને પ્રવિણભાઇ ઘુસાભાઇપટોળીયાએ જણાવ્યુ કે આખલાનું ખસીકરણ કર્યા બાદ તેને પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલવામાં આવશે. રખડતા આખલાને અંકુશમાં લેવા માટે કેલાક નિયમો બનાવ્યા છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આખલાનું ખસીકરણ કરી બળદ બનવવામાં આવશે. ત્યાર બાદ બળદને ગૌશાળામાં મુકવામાં આવશે. બળદની નિભાવ ખર્ચ પોષણ સહાય યોજના અંતર્ગત ગૌશાળાને રાજ્ય સરકાર મળવા પાત્ર થશે તો ગૈાશાળા આવા ખસીકરણ થયેલ બળદોને ઉછેરીને ખેડુતોનીમાંગ મુજબ પુનઃકૃષિકાર્યમાં જોતરી શકાશે.
આમ વડાલમાં ગૈાશાળા પરીસરમાં બાંગરા સાંડ અને રખડા આખલાઓનું ખસીકરણ થવાથી લોકોની મુશ્કેલી ઘટશે.સાથે સાથે ખસીકરણ થી આવનાર દિવસમા; બળદ દ્વારા પ્રાકૃતિક કૃષિ કાર્યનો પ્રારંભ થશે ત્યારે ગામડુ ફરી નવી કલેવર ધારણ કરશે.

રિપોર્ટ અસ્વિન પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.