બોર્ડની પરીક્ષાનાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેક્ટરશ્રી સહિત વિવિધ વિભાગનાં અધિકારીશ્રીઓ
બોર્ડની પરીક્ષાનાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેક્ટરશ્રી સહિત વિવિધ વિભાગનાં અધિકારીશ્રીઓ
*અધિકારીશ્રીઓએ વિદ્યાર્થીઓને આપ્યો સફળતાનો મંત્ર: આત્મવિશ્વાસ + સંપૂર્ણ તૈયારી = સફળતા
આજથી ધો. 10-12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે પરીક્ષાને લઈને બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે વિદ્યાર્થીઓના આ ઉત્સાહને વધુ વેગ આપવા અને મનોબળને વધારવા જિલ્લાના તમામ અધિકારીશ્રીઓએ પરીક્ષાકેન્દ્રો ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી પુષ્પગુચ્છ તથા પેન આપી આવકાર્યા હતા.
*બોર્ડના વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી પરીક્ષાકેન્દ્ર ખાતે સ્વાગત કરતા બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ*
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા તમામ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. બોટાદ જિલ્લાનાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષામાં ભાગ લે તેમજ ઉત્તમ પરિણામ સાથે ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવતાં જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહી પરીક્ષા આપવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વિના સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે પરીક્ષા આપી ઉત્કૃષ્ટ પરિણામ માટે શુભકામના પાઠવી હતી.
*આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરતાં પોલીસ અધિક્ષકશ્રી(ઇ.ચા.) એ.એ.સૈયદ*
આત્મવિશ્વાસ સાથે અને ચિંતા કર્યા વિના પરીક્ષા આપવાની સલાહ આપતાં પોલીસ અધિક્ષકશ્રી(ઇ.ચા.) એ.એ.સૈયદે તમામ પરીક્ષાર્થીઓને પુષ્પો આપી આવકાર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આનંદપૂર્વક માણવા પ્રોત્સાહિત કર્યાં હતા.
*વિદ્યાર્થીઓનું હર્ષભેર સ્વાગત કરતાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર*
બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીઓનું જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિક્રમસિંહ પરમારે પુષ્પ અને પેન આપી હર્ષભેર સ્વાગત કર્યું હતું. આ તકે તેમણે વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક પરીક્ષા આપવા માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ.
*વિદ્યાર્થીઓને સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવા શુભેચ્છાઓ સાથે મીઠો આવકાર આપતા સહાયક માહિતી નિયામકશ્રી રાધિકાબેન વ્યાસ*
આજથી શુભારંભ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પ્રસંગે બોટાદ જિલ્લા સહાયક માહિતી નિયામક સુ.શ્રી. રાધિકાબેન વ્યાસ ગઢડા રોડ પર સ્થિત શ્રી સહજાનંદ ગુરુકુળ હાઈસ્કૂલ ખાતેના પરીક્ષાકેન્દ્ર પર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ વડે મીઠો આવકાર આપ્યો હતો. શ્રી રાધિકાબેને તમામ વિદ્યાર્થીઓને સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવા શુભેચ્છાઓ પાઠવી હતી.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે
