શિક્ષક ભરતી કૌભાંડ કેસ: પાર્થ ચેટર્જી બાદ TMC ના ધારાસભ્યને ઈડીનુ સમન્સ - At This Time

શિક્ષક ભરતી કૌભાંડ કેસ: પાર્થ ચેટર્જી બાદ TMC ના ધારાસભ્યને ઈડીનુ સમન્સ


કલકત્તા, તા. 26 જુલાઈ 2022 મંગળવારપશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં તપાસ વધી રહી છે. મમતા બેનર્જી સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની તપાસ બાદ હવે ઈડીએ ટીએમસીના નેતા માણિક ભટ્ટાચાર્યને સમન્સ મોકલ્યુ છે. ઈડીએ આ કાર્યવાહી પહેલા માણિક ભટ્ટાચાર્યેના ઘરે દરોડા પાડ્યા હતા. અગાઉ ઈડીએ શિક્ષક ભરતી કૌભાંડમાં મંત્રી પાર્થ ચેટર્જીની 26 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી હતી. આ સાથે જ તેમના નજીકના ગણાતા અર્પિતા મુખર્જીને પણ ઈડીએ અટકાયત કર્યા બાદ ધરપકડ કરી હતી. ઈડીએ અર્પિતા મુખર્જીના ઘરેથી 21 કરોડ રૂપિયા રોકડા અને લાખો રૂપિયાના દાગીના જપ્ત કર્યા હતા. આ સાથે જ અર્પિતાના ઘરેથી વિદેશી કરન્સી પણ મળી હતી.કોર્ટે પાર્થ અને અર્પિતાને 3 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. ઈડીનુ કહેવુ છે કે અર્પિતાએ પૂછપરછ દરમિયાન સ્વીકાર કર્યો છે કે રોકડ પાર્થની છે. ઈડીએ કોર્ટમાં અર્પિતા અને પાર્થ ચેટર્જી બંનેના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ઈડીએ કહ્યુ હતુ કે પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની સંયુક્ત સંપત્તિ સાથે સંબંધિત દસ્તાવેજ મળ્યા છે. આ સંપત્તિને પાર્થે 2012માં ખરીદી હતી. અર્પિતાએ પૂછપરછ દરમિયાન એ પણ સ્વીકાર્યુ કે રોકડ પાર્થની છે. આ રૂપિયાને અર્પિતા મુખર્જી સાથે જોડાયેલી કંપનીઓમાં રોકવાનુ આયોજન હતુ. રોકડ પણ એક-બે દિવસમાં તેમના ઘરેથી બહાર લઈ જવાનુ આયોજન હતુ. જાણકારી અનુસાર આ કેસમાં ઘણા લોકોની તપાસ થાય તેવી શક્યતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.